મુંબઇઃ એક્ટ્રેસ સેલ્મા બ્લેરે તાજેતરમાં જ કહ્યું કે, તે સેલ્ફ આઇસોલેશમાં પોતાનો સર્વ શ્રેષ્ઠ સમય પસાર કરી રહી છે. તેણે કહ્યું કે, તે તેના પુત્ર સાથે વધુ સમય વિતાવી રહી છે.
બ્રાઇટ માઇન્ડેડ નામની માઇલી સાઇરસની વેબ સિરીઝના એક એપસોડમાં 47 વર્ષીય એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સેલ્ફ આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટંસિંગને જાળવી રહી છે અને તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.
આ એટલા માટે છે કારણ કે, મલ્ટીપલ સ્ક્લેરોસિસ હોવાને કારણે તે વધુ બહાર જતી નથી. તેણીએ એમ પણ જણાવ્યું કે, તે તેના આઠ વર્ષના પુત્ર આર્થર સાથે પોતાનો સયમ પસાર કરી રહી છે.
ધ ક્રુર ઇન્ટેન્શન સ્ટાર દ્વારા અનિશ્ચિતતાના સમય દરમિયાન લોકોને ઘરમાં રહીને શ્રેષ્ઠ બનવાની વિનંતી કરી છે.
આ ઉપરાંત બ્લેરે કહ્યું કે, આ સમય તે છે જે આપણી પાસે છે. આ દિવસોમાં આ સમયનો મહતમ ઉપયોગ કરો અને તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવો અને લોકોની મદદ કરવા કહ્યું હતું.