રેખાએ કોરોના ટેસ્ટ માટે કર્યો ઇનકાર, ઘરને સેનિટાઇઝ કરવાની પણ મંજૂરી ન આપી - બોલિવુડ અભિનેત્રી રેખા
મુંબઇઃ કોરોનાના સંક્રમણની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ટીવી અને બોલિવુડના કેટલાક સ્ટાર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં અભિનેત્રી રેખાના બંગલોમાં પણ એક સિક્યોરિટીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી BMCની ટીમ રેખાના ઘરે પહોચી તો રેખાએ મનાઇ કરી અને તેમનું ઘર સેનેટાઇઝ કરવાની પણ ના પાડી હતી.
મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી રેખાના બંગલોના એક સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે પછી અભિનેત્રીનો બંગલો હાલ કવોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.
સિક્યોરિટી ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની આજૂબાજૂના 4 બંગલામાં સિક્યોરિટીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી રેખાના બંગલાને સિલ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જ્યારે રેખાની ઘરે ટીમ પહોચી, ત્યારે તેમને ટેસ્ટ કરવાની મનાઇ કરી અને તેમને ઘરની અંદર પણ ન આવવા દીધા.
BMCની ટીમે જ્યારે રેખાના ઘરે કોરોના ટેસ્ટ કરવા પહોચી તો અભિનેત્રીના મેનેજરે તેમના નંબર આપીને વાત કરવા માટેનું જણાવ્યું હતું.
ટીમે રેખાના ઘરેના ઘરની બહાર સેનેટાઇઝ કરી તેમનુ કામ પુરૂ કરવાની કોશીશ કરી હતી.