વોશિંગ્ટનઃ કોરિયન બોય બૈંડ ટીએસટી (TST) ના સદસ્ય, યોહાનનું 28 વર્ષની ઉંમરે નિધન થયું છે. સુત્રાના જણાવ્યા અનુસાર, હજૂ સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કોરિયન પોપ સ્ટાર જેમનું અસલી નામ કિમ જંગ-હ્વાન (Kim Jeong-hwan) છે તેમનું નિધન મંગળવારે થયું છે. તેમના નિધનની જાણકારી ટીએસટીના રેકોર્ડ લેબલ કેજે મ્યૂઝીક એન્ટરટેનમેન્ટ સ્થાનિક મીડિયાને આપી હતી.
યોહને 31 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ શેયર કરી હતી. આ પોસ્ટમાં યોહાને વિશ્વમાં ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કેજે મ્યુઝિક એન્ટરટેનમેન્ટે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, યોહને 16 જૂને વિશ્વને અલવિદા કહ્યું છે. તેમણે ચાહકો અને મીડિયાને વિનંતી કરી, 'મૃત્યુનાં કારણો અંગે અફવાઓ ફેલાવો નહીં. આ આપણા માટે ખૂબ દુઃખનો સમય છે. તેનો પરિવાર આઘાતમાં છે.
યોહને પહેલી પહેલી વાર પ્રખ્યાતતા મળી જ્યારે તેઓ 2016માં એનઓએમમાં જોડાયા અને ત્યારબાદ તેઓ ટીએસટી ગ્રુપમાં જોડાયો ત્યારે
યોહનની અંતિમવિધિ સિઓલમાં થશે. બેન્ડે જાન્યુઆરીમાં 'કાઉન્ટડાઉન' નામનો આલ્બમ બહાર પાડ્યો હતો.