ન્યૂયોર્ક: હાર્વેના ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાની માહિતી રવિવારના રોજ મળી હતી. તેઓને અધિકારીઓની સૌથી વધુ ચિંતા છે, કારણ કે તેમની પાસે સુરક્ષા માટેના યોગ્ય ઉપકરણો નથી. તો સ્ટાફમાંથી અનેક લોકોને ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાયા છે.
ન્યૂયોર્કમાં સ્થિત તેમના વકીલ ઈમરાન અન્સારીએ રવિવારે જણાવ્યું કે, તેમની કાયદાકીય ટીમને કોરોના વાઇરસની સૂચના આપવામાં આવી ન હતી. હાર્વે વેનસ્ટેનના સ્વાસ્થ્યની સ્થિતિને જોતા, અમે નિશ્ચિત રૂપે ચિંતિત છીએ. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, યૌન ઉત્પીડનના આરોપમાં વેનસ્ટેનને 11 માર્ચના રોજ 23 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલ તેઓ ઉત્તરી ન્યૂયોર્ક પ્રાંતની જેલમાં છે. આ પહેલા વેનસ્ટેનને હૃદયની લગતી બીમારીને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ સાથે જ જણાવાયું હતું કે, તેઓને ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની પણ સમસ્યા છે. આવામાં જો હાર્વેને કોરોના છે, તો તે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો વેનસ્ટેનના વકીલે રવિવારે કહ્યું હતું કે, તેમની લીગલ ટીમને તેમના કોરોના હોવાની કોઈ માહિતી આપવામાં નથી આવી