ન્યુઝ ડેસ્ક: માઈકલ જેક્શન એક એવું વ્યક્તિત્વ હતા જેમને આંતરરાષ્ટ્રીય સ્તર પર કિંગ ઓફ પોપ માઈકલ જેક્શનના નામથી પોતાની ઓણખાન ઉભી કરી હતી. તેમને તેમની ગાયીકી સિવાય તેમના ડાન્સના યુનિક સ્ટેપ્સ માટે પણ યાદ કરવામાં આવે છે. હોલીવુડ થી લઈને બોલીવુડ સુધી તેમના ડાન્સ સ્ટાઈલની લોકો નકલ કરે છે. તેમણે પોપ સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓણખાન અપાવી હતી. માઈકલ જેક્શનનો જન્મ 29 ઓગસ્ટ 1958માં થયો હતો.
ખુલ્લી આંખોથી સપના જોવા અને તેને પૂરા પણ કરવા તે માટે માઈકલ જેક્શનનું ઉદાહરણ આપવામાં આવે છે. માઈકલ જેક્શનનો જન્મ અમેરીકાના પ્રાંત ઈંડિયાનામાં નાના શહેર ગૈરીમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીતમાં રૂચી હતી. વર્ષ 1964માં માઈકલ પોતાના ભાઈઓના ગ્રુપ ધ જેક્શન-5માં સામેલ થઈ ગયા હતા. ત્યાથી જ તેમણે પોતાનું સંગીત સંઘર્ષ શરૂ કર્યું હતું. 1971માં ગાયક તરીકે તેમણે શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની કલમમાં જોમ અને ખુમારી : નીતિન પટેલ
80ના દશક શરૂ થતા થતા માઈકલે સંગીત જગતમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી લીધી હતી, પણ તે દરમિયાન નસ્લવાદની કેટલીય તીખી ટિપ્પણીનો તેમને સામનો કરવો પડ્યો પણ તેમનો આલ્બમ બીટ ઈટ બીલી ઝીન અને થ્રિલરે નસ્લવાદની તમામ બાધાઓને તોડીને સફળતા મેળવી હતી. માઈકલ જેક્સનનો થ્રિલર આલ્બમ તે સમયનો બેસ્ટ સેલર આલ્બમ બન્યો હતો.
આ પણ વાંચો : હવે સિંચાઈનું પાણી નહીં અપાય, સરકારનું ફોકસ પીવાના પાણીનું રીઝર્વેશન : વિજય રૂપાણી
ઓફ ધ વોલ ડેંજરસ અને હિસ્ટ્રીની સફળતા પછી તે સફળતાના નવા શિખર પર પહોંચાડી દિધા હતા. આ ગીતો બાદ તેમને કિંગ ઓફ પોપ સંબોધિત કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. માઈકલ જેક્શને પોતાના શરૂઆતી દિવસોમાં ઘણો સંઘર્ષ કર્યો હતો તે બાદ પણ તેમણે હાર ન માની અને તેમણે સંગીતની દુનિયામાં નામ કમાયું. માઈકલ જેક્શનને ગ્રેમી એવોર્ડ, અમેરીકન મ્યૂઝિક એવોર્ડ, ગ્રેમી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જેવા કેટલાય એવોર્ડ મળ્યા હતા.