મુંબઈઃ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વને બરબાદ કરી રહ્યું છે. આ દરમિયાન ડોક્ટર્સ ઢાલ બની માનવોના જીવ બચાવી રહ્યાં છે. ત્યારે પેરિસ ઓપેરા ડાન્સર્સે ડોક્ટરર્સનો આભાર વ્યકત કરવા સુંદર કોર્યોગ્રાફી સાથે ડાન્સ વીડિયો રજૂ કર્યો હતો.
વીડિયોનું ટાઈટલ 'સે થેન્ક યુ, થા' જેને ફ્રેન્ચના ફિલ્મ ડાયરેક્ટર સેડ્રિક ક્લૈપિસ્કે પ્રોડયુસ કર્યુ છે. 4 મીનિટ અને 39 સેકન્ડના આ વીડિયોમાં લગભગ 40 કલાકારોએ ડાન્સ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ ફ્રન્ટલાઈન વર્કર્સને સન્માન આપવા માટે ડાન્સ કરવામાં આવ્યો હતો.
પેરિસ આપેરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ' આ નાની પહેલ એ તમામ લોકો માટે કૃતજ્ઞતા અને સમર્થન વ્યક્ત કરવાનો હેતું છે, જે આપણી રક્ષા માટે સમર્પણ અને સાહસ સાથે કામ કરી રહ્યાં છે.'
મહત્વનું છે કે ઓપેરા ટેનર સ્ટિફન સેનેલ કોરોના વાઈરસ સંક્રમણને રોકવા માટે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન પોતાના પાડોશીઓને એન્ટરટેઈન કરવા માટે પોતાની બાલ્કનીમાંથી રોજ મ્યુઝિક કોન્સર્ટ કરે છે.