વોશિન્ગટન : કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં લોકો પોતાન જીવ ગુમાવી રહ્યા છે. સંક્રમિત લોકોનો આંકડો વધી જ રહ્યો છે. ત્યારે ગ્રેમ એવોર્ડ વિજેતા સિંગર અને સોન્ગ રાઇટર જ્હોન પ્રાઇનનું 73ની વયમાં કોરોનાના કારણે મૃત્યું થયું છે.
મંગળવારે જ્હોન પ્રાઇમનું 73 વર્ષની વયે અવસાન થયું હતું. જ્હોન કોરોના વાઇરસનાથી પીડાઈ રહ્યા હતા. 10 ઓક્ટોબર 1946 માં શિકાગોમાં જન્મેલા જ્હોને 14 વર્ષની ઉંમરે ગિટાર વગાડવાનું શીખ્યા હતા. જે બાદ, તેમણે શાળામાં લોક સંગીતનો અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી, તેમણે 5 વર્ષ સંગીતમાં ખૂબ મહેનત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે ગીતો લખવાનું પણ શરૂ કર્યું હતું. જ્હોને વિયેતનામ યુદ્ધ દરમિયાન કેટલાક સમય માટે યુ.એસ. આર્મીની પણ સેવા આપી હતી.
સમયની સાથે જ્હોન પ્રાઇનને સંગીતમાં તેની રૂચી વધતી ગઈ અને 1991માં જ્હોન પ્રાઇનને ગ્રેમી એવોર્ડ મળ્યો. આ જ કેટેગરીમાં, તેમને વર્ષ 2005માં બીજો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. 2019માં તેને રેકોર્ડિંગ એકેડેમીનો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો હતો. વર્ષ 2013માં જ્હોન પ્રાઇનના ફેફસામાં કેન્સર થયું હતું. જો કે તે પછી તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા હતા.