ETV Bharat / science-and-technology

વોટ્સએપનું નવું ફીચર ઘણા ગ્રૂપમાં જોડાયેલા યુઝર્સ માટે મદદરૂપ થશે - માર્ક ઝુકરબર્ગ

સમયાંતરે જુદા જુદા અપડેટ્સ આપીને લોકોમાં ખાસ કરીને યુવાનોમાં રોમાંચ જગાવતી એપ્લિકેશન વોટ્સએપ વધુ એક નવું ફીચર માર્કેટમાં લૉંચ કરી રહી છે. Wabatinfo ના અહેવાલ મુજબ આ સુવિધા યુઝર્સને ગ્રુપના સભ્યોને ઓળખવામાં મદદ (whatsapp new feature) કરશે. આ ઉપરાંત જેમની પાસે તેમના ફોન નંબર નથી અથવા સમાન નામ છે, તેમને ગ્રુપ શોધવાની ક્ષમતા (WhatsApp group chats) આપશે.

વોટ્સએપનું નવું ફીચર ઘણા ગ્રૂપમાં જોડાયેલા યુઝર્સ માટે મદદરૂપ થશે

author img

By

Published : Dec 13, 2022, 11:59 AM IST

સાન ફ્રાન્સિસ્કો: મેટા માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે એક નવી સુવિધા પોતાના યુઝર્સને આપી દીધી છે. જે યુઝર્સને ડેસ્કટોપ સંસ્કરણ પર સંપર્કનું નામ દાખલ કરીને ગ્રુપ શોધવાની ક્ષમતા આપે (WhatsApp group chats) છે. Wabatinfo ના રિપોર્ટ અનુસાર આ ફીચર કેટલાક યુઝર્સે લેટેસ્ટ WhatsApp ડેસ્કટોપ અપડેટ ઈન્સ્ટોલ કર્યા પછી દેખાશે. જોકે, આ પહેલા પણ વોટ્સએપ એવું ફીચર લાવી હતી જેમાં યુઝર્સ પોતાના નંબર ઉપર જ મેસેજ મોકલી શકે છે.

વોટ્સએપનું નવું ફીચર: નવી સુવિધા સાથે યુઝર્સ સર્ચ બારમાં તેમનું નામ દાખલ કરીને સંપર્ક સાથેના તેમના તમામ તાજેતરના ગ્રુપની સૂચિ મેળવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં તેને વધુ લોકો સુધી લંબાવવામાં આવશે. આ તે યુઝર્સ માટે મદદરૂપ છે, જેઓ WhatsApp પર બહુવિધ ગ્રુપમાં (Whats App Group Update) જોડાયા છે અને ચોક્કસ સંપર્ક ધરાવતા ગ્રુપમાં નામ યાદ નથી રાખતા. જોકે, જ્યારથી ગ્રૂપ સર્વિસ શરૂ થઈ ત્યારથી વધારે પડતા નંબર સેવ કરવાની મથામણમાંથી આઝાદી મળી છે. પણ જે ગ્રૂપ એડમીન હોય છે એને એ તમામ નંબર સેવ કરવાના રહે છે.

માર્ક ઝુકરબર્ગ: ગયા મહિને મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ડેસ્કટોપ બીટાના ભાવિ અપડેટમાં જૂથ ચેટ્સ માટે મ્યૂટ શૉર્ટકટ પર કામ કરી રહ્યું હતું. મ્યૂટ શૉર્ટકટ ગ્રૂપ ચેટની ટોચ પર દેખાશે અને યુઝર્સને ગ્રુપમાં મળેલા મેસેજની નોટિફિકેશનને ડિસેબલ કરવામાં મદદ કરશે. આ મહિનાની શરૂઆતમાં મેટાના સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગે જાહેરાત કરી હતી કે, કંપની મેસેજિંગ પ્લેટફોર્મ પર ડિજિટલ અવતાર લાવી રહી છે. વાવડ એવા પણ મળી રહ્યા છે કે, આવનારા દિવસોમાં કંપની વધુ એક નવું ફીચર લાવી રહી છે. જે એના સ્ટેટસને લઈને છે. એના પર કંપની અત્યારે કામ કરી રહી છે. જોકે, હકીકત એ પણ સ્વીકારવી પડે કે, જે રીતે ફેસબુક સ્ટોરી રીવ્યૂ કરી શકાય છે એ રીતે વોટ્સએપ એપ્લિકેશનમાં પણ સરળતાથી હવે સ્ટેટસ અને સ્ટોરી રીવ્યૂ કરવા મળે એવા ફીચર આવી રહ્યા છે.

મુશ્કેલી આવી હતીઃ જે યુઝર્સ એકથી વધારે ગ્રૂપમાં એડ થયા હોય એને જે તે ગ્રૂપ કે એની અપડેટ શોધવામાં અત્યાર સુધી મુશ્કેલી પડતી હતી. પણ હવે નવા ફીચરની અપડેટથી જે તે ગ્રૂપમાં મેસેજ શું લખ્યો છે એના એક કીવર્ડ પરથી પણ સર્ચ થઈ શકશે. આટલા નવા ફીચર બાદ કંપની હવે કઈ નવી સર્વિસ આપીને રોમાંચ જાળવી રાખે છે એ હવે જોવાનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.