ન્યૂયોર્ક: અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કએ (Billionaire Elon Musk) કહ્યું છે કે, ટ્વિટરની 8 ડોલરવાળી બ્લુટિક સબસ્ક્રિપ્શન સેવા તારીખ 29 નવેમ્બરથી ફરી શરૂ (8 Dollar twitter bluetik subscription service) થશે. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે નકલી એકાઉન્ટ્સની ફરિયાદો મળ્યા બાદ તેને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધી હતી. મસ્ક તારીખ 27 ઓક્ટોબરે ટ્વિટર પર નિયંત્રણ મેળવે તે પહેલાં સેલિબ્રિટી, સરકારી અધિકારીઓ, પત્રકારો અને અન્ય સેલિબ્રિટીઓને બ્લુટિક આપવામાં આવી હતી. આ માટે અગાઉ તેમની પ્રોફાઈલ વેરિફાઈ કરવામાં આવી હતી.
બ્લુ વેરિફાઈડ તારીખ: ટ્વિટરે તારીખ 6 નવેમ્બરે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ 8 ડોલરની ફી ચૂકવીને બ્લુટિક મેળવી શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ આવક વધારવાના પગલાંના ભાગરૂપે આ કર્યું છે. જો કે આ નિર્ણયને કારણે નકલી એકાઉન્ટ્સમાં વધારો થયો, જેના પછી ટ્વિટરે અસ્થાયી રૂપે સેવા બંધ કરવી પડી હતી. મસ્કે મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, 'બ્લુ વેરિફાઈડ તારીખ 29 નવેમ્બર સુધીમાં ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે, જેથી તે વિશ્વસનીય છે.'
બ્લુટિક સબ્સ્ક્રિપ્શન સેવા: મસ્કે જણાવ્યું હતું કે, નવી શરૂઆત સાથે કોઈપણ વેરિફાઈડ નામ બદલવાથી બ્લુટિક ચિહ્ન દૂર થઈ જશે અને ટ્વિટરની સેવાની શરતો હેઠળ નામની ચકાસણી થયા પછી જ બ્લુટિક પાછું મળશે. ગયા અઠવાડિયે મસ્કે સંકેત આપ્યો હતો કે, તે બ્લુટિક સબ્સ્ક્રિપ્શન સેવા ફરીથી શરૂ કરશે.