નવી દિલ્હી: ગ્રાહકોને લાંબી વોરંટી પૂરી પાડવા માટે ઉદ્યોગના પ્રથમ પગલામાં સેમસંગે શુક્રવારે જણાવ્યું હતું કે, તે ભારતમાં તેના કેટલાક પ્રોડક્ટ્સ (samsung products warranty) પર 20 વર્ષની વોરંટી ઓફર કરશે. કંપની તેના વોશિંગ મશીનમાં ઉપયોગમાં લેવાતી ડિજિટલ ઇન્વર્ટર મોટર અને તેના રેફ્રિજરેટરમાં વપરાતા ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર પર લાંબા ગાળાની વોરંટી આપશે. સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા ગ્રાહકોને સ્થાયી સમાધાન પ્રદાન કરવાના અમારા વિઝન સાથે અમે અમારી વોશિંગ મશીન અને સેમસંગ રેફ્રિજરેટરમાં ડિજિટલ ઈન્વર્ટર મોટર અને કોમ્પ્રેસર પર 20 વર્ષની વોરંટી ઓફર (samsung 20 years warranty) કરે છે."
સેમસંગ પ્રોડક્ટ વોરંટી: કંપનીએ જણાવ્યું હતું કે, આ પહેલ પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા અને ટકાઉપણું વધારીને ગ્રાહકોને માનસિક શાંતિ લાવશે અને ઈ વેસ્ટ ઘટાડવા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે. સિંઘે જણાવ્યું હતું કે, "ઘરનાં ઉપકરણોને વારંવાર બદલવાથી માત્ર સમય અને શક્તિનો જ વપરાશ થતો નથી પણ ભૌતિક કચરો પણ સર્જાય છે. તેથી આ પહેલનો ઉદ્દેશ્ય આપણા ગ્રાહકોને માનસિક શાંતિ તેમજ ટકાઉપણું સાથે કચરો ઘટાડવાનો છે."
કંપનીના રોકાણનું નિદર્શન: અદ્યતન ડિજિટલ ઇન્વર્ટર કોમ્પ્રેસર અને ડિજિટલ ઇન્વર્ટર મોટર ગુણવત્તા અને સ્થિરતામાં કંપનીના રોકાણનું નિદર્શન કરે છે. આખરે ગ્રાહકોનો વિશ્વાસ કમાય છે, કંપની અનુસાર. કંપની માને છે કે, લાંબા ગાળે ટકાઉ રહેવા માટે તે બધું ઘરથી શરૂ થાય છે.