ETV Bharat / science-and-technology

Twitter's Logo Changed: ટ્વિટરના લોગોથી ચકલી ઉડી અને આવ્યો ડોગ - replaces twitter blue bird logo with doge meme

ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક ઈલોન મસ્કે ટ્વિટર અંગેના ફેરફારની એક મહત્વની જાણકારી આપી છે. તેણે જાણકારી આપી કે, ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે.

Twitter's Logo Changed: ટ્વિટરના લોગોથી ચકલી ઉડી અને આવ્યો ડોગ

author img

By

Published : Apr 4, 2023, 10:11 AM IST

વોશિંગ્ટનઃ જ્યારથી એલોન મસ્ક માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક બન્યા છે, ત્યારથી તેઓ સતત તેમના યૂઝર્સ માટે કેટલાક ચોંકાવનારા કામ કરી રહ્યા છે. તેણે ટ્વિટરમાં ઘણા ફેરફાર કર્યા છે. તેમણે ફરી એકવાર ટ્વિટરનો લોગો બદલીને તેના યુઝર્સને ચોંકાવી દીધા છે. તેઓએ વર્ષો જૂના વાદળી પક્ષીનું સ્થાન બિજાએ લીધું છે. તેની જગ્યાએ ડોગીને રાખવામાં આવ્યો છે. આ ડોગી ડોજકોઈન ક્રિપ્ટોકરન્સી જેવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2013માં આ લોગોને લઈને જોક્સ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Twitter Blue Tick : આ સેલિબ્રિટીઓએ ટ્વિટર પર બ્લુ ટિક માટે ચૂકવણી કરવાનો કર્યો ઈન્કાર

મસ્કે ફની પોસ્ટ શેર કરીઃ મસ્કે તેના લોગો ચેન્જને લઈને એક ફની પોસ્ટ શેર કરી છે. આમાં એક કૂતરો કારમાં બેઠો છે. તેની પાસે પોલીસ અધિકારી છે અને તે તેના લાયસન્સને ધ્યાનથી જોઈ રહ્યો છે. આના પર ડોગી કહી રહ્યો છે કે, આ જૂનો ફોટો છે. ખાસ વાત એ છે કે, ટ્વિટરની મોબાઈલ એપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, ડોગ ફોટો ક્રિપ્ટોકરન્સી શિબા ઈનુના ડોજકોઈન બ્લોકચેન જેવી જ છે. આ દરમિયાન મસ્કે વચન પૂરું કરવા જેવી પણ એક વાત કહી છે. મસ્કે 26 માર્ચ 2022નો સ્ક્રીનશોટ શેર કર્યો. આમાં તેણે એક અનામી યુઝર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે તેમને બદલાવ અંગે પ્રશ્નો પૂછ્યા. આના પર, યુઝર્સે ક્રિપ્ટોકરન્સી સાથે લોગો બર્ડને કૂતરા સાથે બદલવાની વિનંતી કરી હતી. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે વચન પૂરું થયું.

આ પણ વાંચોઃ White House refuses to pay : વ્હાઇટ હાઉસે ટ્વિટરના બ્લુ વેરિફિકેશન માટે ચૂકવણી કરવાનો ઇનકાર કર્યોઃ રિપોર્ટ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મસ્ક પોતે ક્રિપ્ટોકરન્સીમાં રસ ધરાવે છે. તેથી જ તેણે આ કર્યું છે. વેરાયટી અનુસાર, મસ્ક, જેમણે છેલ્લે 44 બિલિયન ડોલરના સોદામાં ટ્વિટર ખરીદ્યું હતું, તે ડોગી મેમના જાણીતા સુપરફેન છે અને ગયા વર્ષે 'સેટરડે નાઇટ લાઇવ' હોસ્ટ કરતી વખતે ટ્વિટર પર અને ડોગકોઇન બંનેનો પ્રચાર કર્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્વિટરના લોગોમાં ફેરફાર સાથે ક્રિપ્ટોકરન્સી ડોગકોઈનની કિંમતમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.