ETV Bharat / science-and-technology

શું ફેફસાના રોગમાં ઊંઘની ઉણપ ધૂમ્રપાન કરતાં પણ છે વધુ નુકસાનકારક ?

author img

By

Published : Jun 14, 2022, 12:06 PM IST

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, જ્યારે આપણે સારી રીતે સૂઈએ છીએ, ત્યારે આપણું મગજ વધુ સારી રીતે કાર્ય કરે છે, આપણે સ્વસ્થ રહીએ છીએ. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ફેફસાની બિમારીવાળા (lung disease) દર્દીઓ માટે સારી ઊંઘ ન લેવી તે વધુ ખતરનાક છે.

શું ફેફસાના રોગમાં ઊંઘની ઉણપ ધૂમ્રપાન કરતાં પણ છે વધુ નુકસાનકારક ?
શું ફેફસાના રોગમાં ઊંઘની ઉણપ ધૂમ્રપાન કરતાં પણ છે વધુ નુકસાનકારક ?

ન્યુયોર્કઃ ફેફસાના રોગના દર્દીઓ માટે ધૂમ્રપાન કરતાં અપૂરતી અથવા ખોરવાઈ ગયેલી ઊંઘ વધુ નુકસાનકારક હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-સાન ફ્રાન્સિસ્કોના (University of California, San Francisco) સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, COPD (Chronic obstructive pulmonary disease) ધરાવતા દર્દીઓ માટે અપૂરતી ઊંઘ,સારી ઊંઘ લેતા દર્દીઓની સરખામણીમાં 95 ટકા સુધી જટિલતાઓનું જોખમ વધારી શકે છે. ઊંઘની અછત ફેફસાને નુકસાન પહોંચાડે છે અને રોગને કારણે મૃત્યુદરને વેગ આપી શકે છે.

આ પણ વાંચો: Google એ Meet, ક્રોમબુક્સ માટે કરી નવી સુવિધાઓની જાહેરાત

રક્ષણાત્મક સાઇટોકીન્સમાં થાય છે અસર: 'સ્લીપ' પત્રિકામાં પ્રકાશિત થયેલા સંશોધન તારણોમાં પલ્મોનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના UCSF (University of California, San Francisco) ડિવિઝનના ક્લિનિકલ ઇન્ચાર્જ એરોન બૉગે જણાવ્યું હતું કે, "સંશોધન દર્શાવે છે કે ઊંઘની અછત એ ચેપ સામે લડતા એન્ટિબોડીઝ અને રક્ષણાત્મક સાઇટોકીન્સમાં ઘટાડા સાથે સંકળાયેલ છે." સંશોધકોએ પુષ્ટિ થયેલ COPD ધરાવતા 1,647 દર્દીઓને અનુસર્યા. તેઓએ ફ્લેર-અપ્સ રેકોર્ડ કર્યા હતા, જેને સારવારની જરૂર હોય તેવા લક્ષણોના ટૂંકા ગાળાના બગડવાના રુપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા, અને તેમની ઘટનાઓની તુલના ઊંઘની ગુણવત્તા પર સ્વ-અહેવાલિત ડેટા સાથે કરી હતી. UCSF સ્કૂલ ઑફ મેડિસિનના (UCSF School of Medicine)પલ્મોનોલોજિસ્ટ નીતા ઠાકુરે જણાવ્યું હતું કે, COPD (Chronic obstructive pulmonary disease) ધરાવતા દર્દીઓનું મૂલ્યાંકન કરતા ચિકિત્સકો દ્વારા ઊંઘ અંગેના પ્રશ્નોને ઘણીવાર અવગણવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.