બેંગાલુરૂ: ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનના જાગવાની હવે કોઈ આશા નથી. આ વાત એક જાણીતા અંતરિક્ષ વિજ્ઞાનિકે કહી છે. જે ભારતના ત્રીજા ચંદ્ર મિશનના સંભવિત અંતનો સંકેત છે. મિશન સાથે સક્રિય રીતે જોડાઈ રહેલા અંતરિક્ષ આયોગના સભ્ય અને ઈસરોના પૂર્વ અધ્યક્ષ એ.એસ.કિરણકુમારે કહ્યું હતું કે, હવે તે ફરી સક્રિય થાય તેવી કોઈ આશા નથી. જો તે થવાનું હોત તો અત્યાર સુધીમાં થઈ ગયું હોત. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ 22 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, નવો ચંદ્ર દિવસ શરૂ થયા બાદ સૌર ઉર્જા સંચાલિત વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરાયા છે, તેથી તેની ફરી સક્રિય થવાની સંભાવના જાણી શકાય.
શું કહ્યું ઈસરોએ ? ઈસરોએ જણાવ્યું હતું કે, હાલ તો લેન્ડર અને રોવર દ્વારા કોઈ સંકેત મળ્યાં નથી. પરંતુ તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ શરૂ રહેશે. ચંદ્રયાન-3 મિશન સાથે ભારતે 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો. તેની સાથે જ ભારત ચંદ્રમાં પર સફળ સોફ્ટ લેન્ડિગની સાથે અમેરિકા, પૂર્વવર્તી સોવિયત સંઘ અને ચીન બાદ આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો હતો.
મિશનના અંતનું સિગ્નલ: ઈસરોએ ચંદ્રમાં પર રાત થયાં પહેલાં 4 અને 2 સપ્ટેબરે લેન્ડર અને રોવરને નિષ્ક્રિય અવસ્થા એટલે કે સ્લીપ મોડમાં કરી દીધા હતાં, ત્યાર બાદ 22 સપ્ટેમ્બરની આસપાસ આગલા સૂર્યોદય પર ફરીથી સક્રિય થવાની આશા હતી, લેન્ડર અને રોવરને એક ચંદ્ર દિવસની અવધિ (પૃથ્વીના લગભગ 14 દિવસ) સુધી કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. ઈસરોના અધિકારીઓ અનુસાર ચંદ્રયાન-3 મિશનના તમામ ત્રણ ઉદ્દેશ્ય હાંસલ કરી લીધા, જેમાં ચંદ્રમાંની સપાટી પર સુરક્ષીત સોફ્ટ લેન્ડિંગ ચંદ્રમાં પર ઘૂમનાર રોવરનું પ્રદર્શન અને ચંદ્ર સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ સામેલ છે.
શું કહ્યું કિરણ કુમારે: ચંદ્રયાન-3 મિશનની ઉપલબ્ધિના સંબંધમાં કિરણ કુમારે જણાવ્યું હતું કે, 'ખરા અર્થમાં આપણે નિશ્ચિત રૂપે જે પ્રાપ્ત કર્યુ છે, તે એ છે કે આપણે એક એવા ક્ષેત્ર પર પહોંચી ગયાં છે, જ્યાં કોઈ અન્ય નથી પહોંચી શક્યાં. તથાં તે ક્ષેત્રનો વાસ્તવિક ડેટા પ્રાપ્ત નથી કર્યો' જે વાસ્તવમાં એક મોટી ઉપયોગી માહિતી છે. ત્યાર બાદના અભિયાનોને જ્ઞાનના સંદર્ભમાં અને તે ગતિવિધિઓની યોજના બનાવવાનાં સંદર્ભમાં લાભ થશે, આપ જે ક્ષેત્રમાં કરવા ઈચ્છો છો. તેમણે ઈસરો તરફથી ચંદ્રમા થી નમૂના લઈ આવવાના સંબંધમાં મિશન શરૂ કરવાની સંભાવના વિશે પણ વાત કરી, પરંતુ આ પ્રકારનું અભિયાન શરૂ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી આપી.
ભવિષ્યમાં અનેક ચીજો પર કામ થશે: કુમારે કહ્યું કે, હાં, નિશ્ચિત રૂપથી ભવિષ્યમાં આ બધુ ત્યાં થશે, કારણ કે તમામ પ્રોદ્યોગિકી ક્ષમતા છે જેને આપ વિકસિત કરતા રહ્યાં છો. હવે તેને (ચંદ્રયાન-3) સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધી હાંસલ કરી છે અને ત્યાર બાદના અભિયાનોમાં ત્યાંથી સામગ્રી ઉઠાવાશે તથા પરત લાવવામાં આવશે, નિશ્ચિત પણે તે તમામ મિશન હશે. કિરણ કુમારે આગળ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આમાંથી અનેક ચીજો પર કામ થશે. યોજનાઓ બનાવવામાં આવશે અને પછી પ્રોદ્યોગિકી વિકાસના સમગ્ર દષ્ટિકોણના આધાર પર પ્રસ્તાવ રાખવામાં આવશે. જોકે, કુમારે એ પણ કહ્યું કે, આ સંપૂર્ણ રીતે તે વાત પર નિર્ભર કરશે કે સમગ્ર યોજના કેવી રીતે બને છે, અને કેટલાં સંશાધન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો