ETV Bharat / science-and-technology

Vikram Sarabhai: ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ એવા વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતિ

ભારતે જે ચંદ્રયાન મોકલ્યું છે, તે કાર્યક્રમનો પાયો નાખનાર અને દેશ દુનિયામાં જ નહી અવકાશમાં પોતાની છાપ છોડનાર ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈની આજે 104મી જન્મજયંતિ છે.

Etv BharatVikram Sarabhai
Etv BharatVikram Sarabhai
author img

By

Published : Aug 12, 2023, 4:39 PM IST

હૈદરાબાદઃ રોકેટ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈનો પરિવાર ભારતનો એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર હતો. વિક્રમ સારાભાઈએ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. પિતાએ બાળકો માટે પોતાના ઘરમાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી. ડૉ. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોનો શોખ હતો.

વિક્રમ સારાભાઈનો પરિવારઃ વિક્રમ સારાભાઈ અંબાલાલ અને સરલા દેવીના 8 સંતાનોમાંના એક હતા. સારાભાઈને ભારતના અવકાશ સંશોધન કાર્યના પિતા પણ માનવામાં આવે છે. વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલીની સારાભાઇ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા સારાભાઈ જે પ્રખ્યાત નૃત્યકાર છે.

અંતરિક્ષમાં યોગદાનઃ ડૉ. વિક્રમ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો પૈકી એક છે. તેમણે જ 1962માં ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ની સ્થાપના તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હતી. ઈસરોએ પોતાનો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' સફળતાપૂર્વક અંતરિક્ષમાં લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની ભૂમિકા હતી. માટે તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ માનવામાં આવે છે. ડૉ. વિક્રમ સારાભાઈએ ઈસરોથી લઈને IIM, અમદાવાદની સ્થાપના સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી.

વિક્રમ સારાભાઈ અને મૃણાલીની લવ સ્ટોરીઃ હોમી જહાંગીર ભાભાએ જ વિક્રમ સારાભાઈની પ્રથમ મુલાકાત મશહૂર નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથે કરાવી હતી. મૃણાલિની સાથે બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં. શરૂઆતમાં બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું નહોતું. મૃણાલીની ભરતનાટ્યમ્ શીખતા હતા, આ દરમિયાન વિક્રમભાઈ સાથે તેમની મુલાકાતો થવા લાગી હતી. ધીમે-ધીમે બંને વચ્ચે સંબંધો ગાઢ થવા લાગ્યા હતા. ત્યારપછી બંન્નેએ લગ્ન કરવાનુું નક્કી કર્યુ. તેમનાં લગ્ન પહેલાં વૈદિક પદ્ધતિથી થયાં હતાં અને બાદમાં તેઓએ સિવિલ મૅરેજ પણ કર્યાં હતાં.

વિક્રમ સારાભાઈની વિદાયઃ 30 નવેમ્બર 1971ના રોજ વિક્રમ સારાભાઈ ત્રિવેન્દ્રમના કોવાલમ બીચ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. સવારે તેઓ બહાર ના આવ્યા ત્યારે તેમના રૂમનો દરવાજો તોડવો પડ્યો હતો. મચ્છરદાનીની અંદર તેઓ શાંતિથી કાયમ માટે સૂઈ ગયા છે. તેમની છાતી પર એક પુસ્તક પડ્યું હતું. ડૉક્ટરોએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, 2 કલાક પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું. તે વખતે તેમની ઉંમર માત્ર 52 વર્ષની હતી.

આ પણ વાંચોઃ

  1. Maithilisharan Gupt: આજે મૈથિલીશરણ ગુપ્તની જન્મ જ્યંતી, જેમના લખાણોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું
  2. Ahilyabai Holkar Birth Anniversary 2023 : મલ્હારપીઠથી મહેશ્વર સુધી અહલ્યાબાઈ હોલ્કરનું શાસન, જાણો શું છે ઈતિહાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.