ETV Bharat / science-and-technology

નાસાનો 38 વર્ષ જૂનો સેટેલાઇટ જમીન પર પડવાનો છે, જાણો શું હોઈ શકે છે જોખમ

નાસાનો (NASA News) લગભગ સાડા ત્રણ દાયકા જૂનો 2450 કિલો વજનનો ઉપગ્રહ રવિવાર સુધીમાં આકાશમાંથી પડવા જઈ રહ્યો (Old NASA satellite Will Fall From Space) છે. નાસાના નિષ્ણાતો તેને સુરક્ષિત રીતે નાશ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. જેથી પૃથ્વી પર કોઈ ખતરો ન રહે. સંપૂર્ણ સમાચાર વાંચો.

નાસાનો 38 વર્ષ જૂનો સેટેલાઇટ જમીન પર પડવાનો છે, જાણો શું હોઈ શકે છે જોખમ
નાસાનો 38 વર્ષ જૂનો સેટેલાઇટ જમીન પર પડવાનો છે, જાણો શું હોઈ શકે છે જોખમ
author img

By

Published : Jan 10, 2023, 3:56 PM IST

વોશિંગ્ટનઃ નાસાનો (NASA News) 38 વર્ષ જૂનો સેટેલાઇટ આકાશમાંથી પડવાનો (Old NASA satellite Will Fall From Space) છે. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, પૃથ્વી પર કાટમાળ પડવાની શક્યતા નહિવત છે. નાસાના જણાવ્યા અનુસાર, 5400 પાઉન્ડ (2450 કિગ્રા)નો આ ઉપગ્રહ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશવા પર બળી જશે. કેટલાક ટુકડાઓ બચી જવાની સંભાવના છે. અવકાશ એજન્સીએ 9400માંથી 1ને કાટમાળ પડવાને કારણે ઈજા થવાની સંભાવના વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકો પડી રહેલા કાટમાળને રોકવા અને નાસાને જોખમ ઘટાડવા માટે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભોપાલ ખાતે અમૃતકાળ તરફની કુચ થીમ પર વિજ્ઞાનમેળો યોજાશે

સેટેલાઈટને નીચે લાવવાની શક્યતા: નાસાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર સાયન્સ સેટેલાઇટ રવિવારે રાત્રે નીચે આવે તેવી શક્યતા છે. તે 17 કલાક લેશે. જો કે, કેલિફોર્નિયા સ્થિત એરોસ્પેસ કોર્પોરેશન દ્વારા સોમવારે સવારે તેને નીચે લાવવાનું લક્ષ્ય છે. 17ના બદલે 13 કલાકમાં તેને નીચે લાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમી વિસ્તારોમાંથી પસાર થતા આ ટ્રેકને લાવવાની યોજના ચાલી રહી છે.

આ પણ વાંચો: હવે હેલ્મેટ પણ સ્માર્ટ, દિલ્હી જેવી ઘટનામાં રક્ષણાત્મક કવચ સાબિત

ઓઝોન અને અન્ય વાતાવરણીય માપન: વર્ષ 1984માં સ્પેસ શટલ ચેલેન્જર પર લોન્ચ કરાયેલ આ ઉપગ્રહને અર્થ રેડિયેશન બજેટ સેટેલાઇટ (ERBS) તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપગ્રહનો કાર્યકાળ માત્ર 2 વર્ષનો હતો. પરંતુ વર્ષ 2005 સુધી ERBS કાર્યરત હતું. આ દરમિયાન ઉપગ્રહે ઓઝોન અને અન્ય વાતાવરણીય માપન સંબંધિત ડેટા એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું. ઉપગ્રહની મદદથી વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે, પૃથ્વી કેવી રીતે સૂર્યમાંથી ઉર્જાને શોષી લે છે અને વિકિરણ કરે છે. સેટેલાઇટ કાર્યરત ન હોવા અંગે જારી કરાયેલા વિશેષ સંદેશ બાદ તેને સુરક્ષિત રીતે નીચે લાવવા માટે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.