ETV Bharat / opinion

ભારત-બાંગ્લાદેશ સંબંધો: પરસ્પર લાભદાયી

author img

By

Published : Mar 30, 2021, 10:20 PM IST

બાંગ્લાદેશ સ્થાપના દિવસના પ્રસંગે ભારત પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા તેમના સંદેશમાં શૈખ મુજિબુર રહેમાને કહ્યું હતું, "અમારા માટે ભારતીય સૈનિકોએ તેમની જિંદગીનું બલિદાન આપ્યું છે. મારા લોકો તેમનાં બલિદાન હંમેશાં યાદ રાખશે." બાંગ્લાદેશના પિતાને મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર આપવા માટે વડાપ્રધાન મોદીની બે દિવસની બાંગ્લાદેશ મુલાકાત ઐતિહાસિક છે.

ભારત-બાંગ્લાદેશ સંબંધો: પરસ્પર લાભદાયી
ભારત-બાંગ્લાદેશ સંબંધો: પરસ્પર લાભદાયી

ન્યૂઝ ડેસ્કઃ બાંગ્લાદેશ સ્થાપના દિવસના પ્રસંગે ભારત પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા તેમના સંદેશમાં શૈખ મુજિબુર રહેમાને કહ્યું હતું, "અમારા માટે ભારતીય સૈનિકોએ તેમની જિંદગીનું બલિદાન આપ્યું છે. મારા લોકો તેમનાં બલિદાન હંમેશાં યાદ રાખશે." બાંગ્લાદેશના પિતાને મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર આપવા માટે વડાપ્રધાન મોદીની બે દિવસની બાંગ્લાદેશ મુલાકાત ઐતિહાસિક છે.

તેની સીમા ઉપરાંત, બાંગ્લાદેશ ભારત સાથે ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુ ધરાવે છે. બાંગ્લાદેશની સ્વતંત્રતાએ એ હકીકત સાબિત કરી છે કે એક દેશ તેના સંપ્રદાય કરતાં તેની ભાષા દ્વારા વધુ બંધાયેલો હોય છે. બાંગ્લાદેશનું સર્જન આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન પાછળની પ્રેરણા છે. 'બાસ્કેટ કેસ' તરીકે હેન્રી કિસિંજરે બાંગ્લાદેશની રચનાની હાંસી ઉડાવી હતી, પરંતુ બાંગ્લાદેશે વિકાસના તમામ સૂચકાંકમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે. આથી જ તે બાંગ્લાદેશ માટે ખરેખર સુવર્ણ જયંતિ છે.

૧૯૭૫માં ઈન્દિરા ગાંધી અને મુજિબુર રહેમાન દ્વારા સહી કરાયેલ ભારત-બાંગ્લા સંધિમાં પછી ઘણા ઉતાર-ચડાવ જોવા મળ્યા. શરણાર્થીઓ અને નદીના પાણીની વહેંચણી, સીમા વિવાદ અને સીમા પર અશાંતિસર્જક પ્રવૃત્તિ, બાંગ્લાદેની અંદર ભારત વિરોધી પરિબળોની છાવણી, બાંગ્લાદેશ દ્વારા અનુભવાતી તમામ સમસ્યાઓ માટે ભારતને જવાબદાર ઠરાવવું અને ભારત-બાંગ્લાદેશ વચ્ચે અંતર સર્જતા આવા તમામ મુદ્દાઓ ને લગતા મુદ્દાઓ. બાંગ્લાદેશમાં સૈન્ય શાસનના અંત પછી લોકશાહીએ મૂળ જમાવ્યાં પછી બંને દેશો વચ્ચે ગેરસમજ ધીમેધીમે દૂર થવા લાગી. વર્ષ ૨૦૧૫માં જમીન વિવાદ હંમેશ માટે ઉકેલાઈ ગયો. જો દસ વર્ષ જૂની તીસ્તા નદી પાણી વહેંચણી સંધિને પણ પાટા પર મૂકવામાં આવે તો પ્રગતિનો નવો ઇતિહાસ આ ઉપખંડમાં લખાશે.

૧૯૮૦ના દાયકામાં, બાંગ્લાદેશના વિકાસ દરે વેગ પકડવાની શરૂઆત કરી. તેણે વ્યક્તિ દીઠ આવકની રીતે ભારત સાથે સ્પર્ધા પણ કરવા લાગી. બાંગ્લાદેશે પ્રાપ્ત કરેલી ઔદ્યોગિક સફળતા પણ સાચે જ નવાઈ પમાડનારી છે. બાંગ્લાદેશના જીડીપીમાં કૃષિનો હિસ્સો ચાર દાયકા પહેલાં ૩૩.૨ ટકા હતો. કૃષિનું પ્રદાન ૧૪.૨ ટકા સુધી ઘટી ગયું અને તેના જીડીપીમાં ઔદ્યોગિક પ્રદાન ૧૭ ટકાથી વધી ૩૬.૬ ટકા થયું. એક મહિના પહેલાં વિકાસ નીતિ પર સંયુક્ત રાષ્ટ્રોની સમિતિએ સૌથી ઓછા વિકસિત રાષ્ટ્રની યાદીમાંથી બાંગ્લાદેશને દૂર કરવા માગણી કરી હતી અને વિકાસશીલ રાષ્ટ્રોની યાદીમાં સમાવવા ભલામણ કરી હતી. જો તેની ભલામણ અનુમતિ મેળવશે તો બાંગ્લાદેશ વેરા અને નિકાસ ક્વૉટાની ચિંતા કર્યા વગર પ્રગતિશીલ દેશો સાથે વેપાર કરવા સક્ષમ બનશે.

બાંગ્લાદેશને વેરા વગર ચીનને તેનાં ઉત્પાદનોની ૯૭ ટકા નિકાસ કરવા અનુમતિ આપવામાં આવી છે. ચીને પણ કહ્યું છે કે બાંગ્લાદેશ પ્રાથમિકતાવાળા આ વ્યવહારના કારણે ૧૪૦ અમેરિકી ડૉલર કમાવવા સક્ષમ બનશે.

ચીન ભારત આસપાસના તમામ દેશોને બૅલ્ટ એન્ડ રૉડ ઇનિશિએટિવ મારફતે તેના અંકુશ હેઠળ રાખી રહ્યું છે. ચીને આ પ્રક્રિયામાં બાંગ્લાદેશને પણ છોડ્યું નથી. વડાપ્રધાન મોદીએ 'પૂર્વ તરફ જુઓ' નીતિમાં અનેક સુધારા કર્યા છે અને 'પૂર્વ તરફ કાર્ય કરો' નીતિ અપનાવી છે. તેમણે અનેક યોજનાઓ શરૂ કરી છે જે બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં નવી દિશા આપશે. ભારતે તેની રસીના નિકાસમાં બાંગ્લાદેશને ટોચની પ્રાથમિકતા આપી છે. ભારતે એ હકીકતની અવગણના ન કરવી જોઈએ કે બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત કરવા દ્વારા તે મ્યાનમાર, થાઇલેન્ડ, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ સાથે તેના સંબંધો વધુ મજબૂત કરશે. બાંગ્લાદેશ, જે વિશ્વની ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે, તેની સાથે સંબંધો મજબૂત કરવું ભારત માટે પણ લાભદાયી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.