દક્ષિણ એશિયાના દેશોના સંશોધકોના એક જૂથ તેમજ ચામાચીડિયાંનાં સંરક્ષણ માટે કાર્યરત વૈજ્ઞાનિકો જણાવે છે કે આમ કહેવું કદાચ સંપૂર્ણ સાચું ન ગણાય. તેઓ કહે છે કે કોવિડ-19ના પ્રસરણમાં ચામાચીડિયાંની ભૂમિકા ફક્ત એક ગેરમાન્યતા છે. કોરોના ચામાચીડિયાં મારફતે ફેલાયો હોવાના ખોટા પ્રચારને કારણે માનવવસ્તીમાં અને તેની આસપાસ રહેતાં આ પક્ષીઓને હટાવી દેવામાં અથવા મારી નાંખવામાં આવી રહ્યાં છે, જે ચિંતાજનક છે. દક્ષિણ એશિયાના છ દેશોના 64 સંશોધકો અને વૈજ્ઞાનિકોએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હોવાનું હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીનિવાસે જણાવ્યું હતું. તેમણે એ સ્પષ્ટ કર્યું કે ચામાચીડિયાં કોવિડ-19 ફેલાવતાં નથી. એથી, તેમણે લોકોને ચામાચીડિયાંને ભગાડવા કે મારી નાંખવા માટે ચામાચીડિયાં જ્યાં રહેતા હોય તે વિસ્તારોમાં અગ્નિ પેટાવીને કે ફટાકડાં ફોડીને તેમને નુકસાન નહીં પહોંચાડવા તેમજ મારી નહીં નાંખવા વિનંતી કરી છે.
આ વાયરસ તેના પુરોગામી જેવો નથી !!
આઈસીએમઆરના તાજેતરનાં સંશોધનમાં ચામાચીડિયાંની બે પ્રજાતિમાં ચામાચીડિયાંના કોરોનાવાયરસની ઓળખ કરાઈ છે. આ વાયરસ, હાલનો નોવેલ કોરોના વાયરસ, મનુષ્યમાં અત્યંત પ્રચલિત છે. કેનેડામાં મેકમાસ્ટર યુનિવર્સિટીના પોસ્ટ ડોક્ટરલ સંશોધનકર્તા અરિન્જય બેનરજીએ જણાવ્યું કે, મનુષ્યો વન્યજીવોના રહેઠાણ વિસ્તારોમાં પગપેસારો કરતા હોવાથી તેમનામાં નવા વાયરસો પેંસવાનું જોખમ હોય છે. આ વાયરસો ચામાચીડિયાં કે અન્ય કોઈ વન્યજીવ મારફતે આવી શકે છે. ઈન્ડિયન બેટ્સ કન્ઝર્વેશન ટ્રસ્ટના વડા રાજેશ પુટ્ટાસ્વામિયાહે જણાવ્યું કે ભારતમાં ચામાચીડિયાંની 110 કરતાં વધુ પ્રજાતિઓ જોખમમાં છે. આ સમયે કરાઈ રહેલો અપપ્રચાર યોગ્ય નથી. સરકારે ચામાચીડિયાંની પ્રજાતિઓના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ.
ખાદ્ય સુરક્ષામાં ચામાચીડિયાંની ભૂમિકા
વૈજ્ઞાનિકોની ટુકડીએ એ સ્પષ્ટ કર્યું છે કે વનસ્પતિના પરાગાધાનની પ્રક્રિયામાં ચામાચીડિયાં અત્યંત ઉપયોગી છે. ચેરનાં જંગલો પરાગાધાન અને તેના પ્રસરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચામાચીડિયાં ચોખા, મકાઈ, કપાસ અને તમાકુ જેવા પાકોમાં જીવાત પેદા કરનારાં જંતુઓ ખાય છે. આમ, ચામાચીડિયાં ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપે છે અને ખેડૂતને આર્થિક ખાતરી આપે છે. માનવો ચામાચીડિયાં કે તેમનાં મળના સીધા સંપર્કમાં આવીને ચેપગ્રસ્ત થયા હોવાનો કોઈ પુરાવો નથી.