કંપનીએ જણાવ્યુંકે, 6.7 ઇંચ ઇનફિનીટી-યૂ ડિસ્પ્લેની વિશેષતા ધરાવતા galaxy A70 એ ગેલેક્સી રેન્જમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્ક્રીન સાથે વધુ આકર્ષક એજ-ટુ-એજ અનુભવ આપે છે.
galaxy A70 આગામી મહિને 10 એપ્રિલ પર લોન્ચ કરવામાં આવશે.
"આજનાં ગ્રાહકો તેમના ફોનનો ઉપયોગ વધુ સક્રિય અને પ્રમાણિક રીતે કરે છે. પોતાનાઅનુભવો શેર કરી રહ્યા છે અને લાંબા સમય સુધી જોડાયેલા રહે છે."
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સમાં મોબાઇલ કોમ્યુનિકેશન વિભાગના IT ના અધ્યક્ષ અને CEOડી જે કોહએ જણાવ્યું હતું કે "આ ઉભરતી પેઢીની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે ગેલેક્સી A70 છે , જે રીતે લોકો હવે કનેક્ટ રહેછે, તેપ્રકારે તેને ડિઝાઈન કરાયો છે. "
ગેલેક્સી A70 માં ટ્રીપલ કેમેરા સિસ્ટમ છે જેમાં 32 MPસુપર હાઇ-રિઝોલ્યુશન ફ્રન્ટ અને રીઅર લેન્સ છે.
આ ડિવાઈસમાં 4,500 MAH બેટરી છે અને સુપર-ચાર્જ ટેક્નીક સાથે આવે છે.