- સૈમસંગે ત્રણ સિરીઝ S8,S7 અને S6માં 12 અલગ-અલગ મોનિટર બહાર પાડ્યા
- આધુનિક તકનિકથી સજજ્ ત્રણેય મોનિટર
- કંપનીએ 2020માં મોનિટરના 11.7 મિલીયન યૂનિટની નિકાશ કરી
સિયોલ: સૈમસંગે કહ્યું તેઓએ ત્રણ સિરીઝ S8,S7 અને S6માં 12 અલગ-અલગ મોનિટર વૈશ્વિક સ્તર પર બહાર પાડ્યા છે. આમાં બધા મોડેલો વિવિધ રંગ વાળા, 178-ડિગ્રી વાઇડ વ્યુઇંગ એન્ગલ અને હાઈ ડાયનેમિક રેંજ 10 ટેકનીક વાળા છે.
આ પણ વાંચો : Lenovoએ ભારતમાં લોન્ચ કર્યા 'લીજન' સિરીઝના નવા ગેમિંગ લેપટોપ
આધુનિક સુવિધાથી સજ્જ મોનિટર
યોનહાપ સમાચાર એજન્સીના રીપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરીયામાં 10 મોડેલ 4,50,000વોન ( 400 ડોલર) અને 6,70,000ના મુલ્ય સાથે ઉપલ્બધ છે.સૈમસંગના અનુસાર ફ્લેગશિપ S8 મોડલ 27 અને 32 ઇંચના વિકલ્પોમાં ઉપલ્બધ છે અને અહીંયા વપરાશકર્તાને અલ્ટ્રા હાઈ ડેફિનેશન રિઝોલ્યુશન આપે છે. આમાં SUB-C ટાઇપ પોર્ટની દ્વારા 10 ગીગાબાઇટ પ્રતિ સેંકેડ ડેટા ટ્રન્સમિશનની સુવિધા છે.
આ પણ વાંચો : ITELએ ભારતમાં નવી G-સિરીઝ હેઠળ 4 એન્ડ્રોઇડ TV લોન્ચ કર્યા
2020માં મોનિટરના 11.7 મિલીયન યૂનિટની નિકાશ
S7 પણ અલ્ટ્રા હાઈ ડેફિનેશન આપે છે અને તે પણ 27 અને 32 ઇંચના વિકલ્પના ઉપલબ્ધ છે. આ અલ્ટ્રા સિલ્મ સ્ટેન્ડથી સજ્જ છે અને બોર્ડરલેશ ડિઝાઇન આની સુંદરતાને વધારે છે. સૈમસંગ કહ્યું કે બધા મોનિટર જર્મન તકનીક પરીક્ષણ સેવા અને પ્રમાણન સગંઠન ટીયુવી રીનલૈંડ એજીથી ઇન્ટલીજન્સ આઇ કેર સર્ટીફિકેશન મેળવ્યું છે. મોનિટરમાં બ્લુ લાઇટના ઉતસર્જનને ઓછું કરવા માટે એક વિશેષ મોડ પણ આપવામાં આવ્યો છે. માર્કેટ ટ્રૈકર ઈન્ટરનેશનલ ડેટા કોર્પના અનુસાર સૈમસંગ પાછલા વર્ષે દુનિયાનું સૌથી મોટું પાંચમું પીસી મોનિટર વેંડર રહ્યું હતું. જેના માર્કેટ શેર 8.6 ટકા હતો. કંપનીએ 2020માં મોનિટરના 11.7 મિલીયન યૂનિટની નિકાશ કરી હતી.