જો કે આ ટિકટૉક ઍપ્લિકેશન બાળકોમાં ઘણી લોકપ્રિય નિવડી છે, પણ પોર્નોગ્રાફી કંટેટના પ્રસારણને લઇને તેની નીંદા થઇ રહી છે.
ગૂગલ અને એપલે સરકાર દ્વારા આપવામાં આવેલી સુચનાઓ બાદ આ ચાઇનીઝ ઍપ્લિકેશન શોર્ટ વીડિયો શેરિંગ ઍપના ડાઉનલોડ પર રોક લગાવી દીધી છે. તો આ સંદર્ભે માર્કેટ રિસર્ચ ફર્મ Tech ARC ના જણાવ્યા મુજબ એવી ઘણી ટૅકનોલોજી છે, જેનાથી આ ઍપ્લિકેશનના પ્રતિબંધની અસર થઇ શકે તેમ છે.
Tech ARCના સંસ્થાપક તથા મુખ્ય વિશ્લેષક ફૈસલ કાબૂસાએ જણાવ્યું હતું કે, ટિકટૉકના કોઇપણ વર્તમાન યુઝર જેને પોતાના સ્માર્ટ ફોન પર આ ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હશે તે શેર ઇટ અથવા Xender જેવી ઍપ્લિકેશનની મદદથી કોઇ બીજા વ્યક્તિને આ ઍપ્લિકેશન પણ આપી શકશે. તો ઍપ્લિકેશન એક વાર ફોનમાં શેર કર્યા બાદ તેને આરામથી ઇન્સ્ટોલ પણ કરી શકાશે.
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 3 એપ્રિલના રોજ મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર પ્રતિબંધની મનાઇ ફરમાવ્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક મંત્રાલયે ગૂગલ અને એપલને આ ઍપ્લિકેશનને બ્લોક કરવા અંગેના નિર્દેશ પણ કર્યા હતા.
મદ્રાસ હાઇકોર્ટની મદૂરે પીઠે મંગળવારના રોજ ટિકટૉક પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાથી ઇન્કાર ફરમાવ્યા બાદ આ મામલે આગળની સુનાવણી 24 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. તો આ અંગે ટિકટૉકના માલિકી ધરાવતી કંપની બાઇટડાન્સનું કહેવું છે, કે ભારતમાં ટિકટૉકના 12 કરોડ સક્રિય યુઝર્સ છે.