- ગુગલ મેપમાં એડ થયા નવા ટૂલ્સ
- યુઝર્સ પણ કરી શકશે એડિટ
- 80થી વધુ દેશોમાં થયું અપડેટ
નવી દિલ્હીઃ ગુગલે પોતાના મેપ એડિટિંના અનુભવને 80થી વધુ દેશોમાં અપડેટ કર્યું, જેનાથી મેપ યુઝર્સને ભૂલાયેલા રસ્તાની લાઇનને જોડીને રસ્તાઓનું નામ બદલી શકો છો, રસ્તાઓની દિશા બદલી શકો છો. એટલું જ નહીં તમે ખોટા રસ્તાઓના નામ બદલી શકો છો અથવા તો હટાવી શકો છો.
ગુગલ મેપના નિર્દેશકે જણાવ્યું કે...
ગુગલ મેપના નિર્દેશક કેવિન રીસે કહ્યું કે, જ્યારે તમને maps.google.com પર કોઇ મિસિંગ રસ્તો જોવા મળે તો, સાઇડ મેનૂના બટન પર ક્લિક કરો, એડિટ મેપમાં જઇને મિસિંગ રસ્તાને સિલેક્ટ કરો. હવે તમે મેપમાં એડિટ કરી શકો છો. આ ઉપરાંત જો કોઇ કારણોસર રસ્તો બંધ છે તો, તમે તેની જાણકારી પણ આપી શકો છો. આ સુવિધા આગામી મહિનામાં 80થી વધુ દેશોમાં જોવા મળશે. જ્યાં લોકો પહેલેથી જ ગુગલ મેપ પર રસ્તાઓની અપડેટનો રિપોર્ટ કરી શકે છે.
આગામી અઠવાડિયમાં નવું કન્ટેન્ટ આવશે
કંપનીએ ઘોષણા કરી છે કે, લોકો ગુગલ સર્ચ અને મેપ્સમાં સ્થાનિય વ્યવસાયોની પણ મદદ કરી શકે છે. અમેરિકામાં એન્ડ્રોઇડનો ઉપયોગ કરનારા લોકો, ઉપયોગી સમિક્ષા, ફોટો અને અપડેટમાં સુધારો કરી શકે છે. કંપનીએ કહ્યું કે, આગામી અઠવાડિયામાં આ ગુગલ મેપ્સમાં એક નવું કન્ટેન્ટ આવશે. આ ફોટો અપડેટ છે. જે હાલની તસવીરની સાથે અનુભવ અને હાઇલાઇટ્સને શોધવા માટે એક સરળ રીત છે.
આ પણ વાંચોઃ વિજ્ઞાન અને ટેક્નોલોજીનું વીકલી રેપ-અપ
87 દેશોના 170 બિલિયન હાઇ-ડેફિનેશન સ્ટ્રીટ વ્યૂની તસવીર પર ગુગલ નિર્ભર છે. ગુગલ લાખો વ્યવસાય અને ગુગલ મેપનો ઉપયોગ કરનારા લોકો પાસેથી યોગદાન લે છે. 10,000થી વધુ સ્થાનિય સરકાર, એજન્સી અને સંગઠનો પાસેથી ઑફિસિયલ ડેટા પ્રાપ્ત કરે છે.