ETV Bharat / jagte-raho

દ્વારકાના ભાણવડમાં સોના-ચાંદીના દાગીના સાથે મોટરકાર ગાડી લઈ આરોપી ભાગ્યાં - ક્રાઈમ ન્યૂઝ

ભાણવડ તાલુકાના મેવાસા ગામે ગત મોડી રાત્રે ઘરના સભ્યોને છરી - દાતરડા વડે કબ્જે કરી સોના - ચાંદીના દાગીના મોટર કાર સહિત આઠ લાખ સાડત્રીસ હજારની લૂંટ કરી હોવાનો કિસ્સો બન્યો હતો. મેવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતાં ગોરધનભાઈ ટપુભાઈ પરેસાના ઘરમાંથી પાંચ લાખ સાડત્રીસ હજારના સોના ચાંદીના દાગીના તથા એક ત્રણ લાખની કિંમતની ક્વીડ કાર મળીને રૂપિયા 837000નો મુદ્દામાલ છરી અને દાતરડાની અણીએ ઘરના લોકોને દબાવી ઝૂંટવીને હિન્દીભાષી પરપ્રાંતીઓએ પલાયન થઈ ગયાં હતાં.

દ્વારકાના ભાણવડમાં સોના-ચાંદીના દાગીના સાથે મોટરકાર ગાડી લઈ આરોપી ભાગ્યાં

author img

By

Published : Jan 11, 2021, 1:16 PM IST

  • સોનાચાંદીના દાગીના તથા એક ત્રણ લાખની કીમતની કારની લૂંટ ચલાવી
  • ઘરના હાજર સભ્યોને છરી,દાતરડી અને ધોકાના બળે કબજે કરી ખુલ્લી લૂંટ કરી નાસી છૂટ્યાં
  • પોલીસે નાકાબંધી કરી તો કાર મૂકી નાસી ગયાં

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો વીતેલાં થોડા સમયથી લૂંટ, હત્યા, ખૂન, ગંભીર મારામારી, ફાયરિંગ અને પોલીસ સામે માફિયાગીરી કરવામાં બે કદમ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં લૂંટ, હત્યા અને ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. ભાણવડની જ વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં માનપર ગામેથી દાગીનાની મોટી ચોરી થઇ હતી જેનું પગેરું હજી સુધી મળી શક્યું નથી. ત્યારે ગત મહિનાઓમાં ભાણવડ ટાઉનમાંથી એક ખેડૂતના હાથમાંથી લાખોની રોકડ લઈને આરોપીઓ નાસી છૂટ્યાં હતાં જે આરોપીઓ તો હમણાં થોડા સમય પહેલા ઝડપાઈ ચૂક્યાં છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના બની છે. ભાણવડ તાલુકાના મેવાસા ગામે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ પરેસાના ઘરે ગત મોડી રાત્રે સવા એક વાગ્યાની આસપાસ બુકાનીધારી ચાર વ્યક્તિઓએ તેમના ઘરના હાજર સભ્યોને છરી,દાતરડી અને ધોકાના બળે કબજે કરી અને તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના કિમત રૂપિયા 537000 તથા એક ક્વીડ મોટર કાર જેની કિમત રૂપિયા 3,00,000 મળીને કુલ રૂપિયા 8,37, 000ની લૂંટ કરીને ઘરના સભ્યોને ઘરમાં કેદ કરી મોબાઈલ ફોન પણ લઈને નાસી છૂટ્યાં હતાં. બાદમાં ઘરના સભ્યોએ રાડારાડી કરતાં આજુબાજુના લોકોએ આવીને તેમને ઘર બહાર કાઢ્યાં હતાં.

બે જિલ્લાની પોલીસે સંયુક્ત શોધખોળ આરંભી

બનાવની જાણ થતા ભાણવડ પોલીસ અને ડોગ સ્કવૉડની ટીમ સાથે રાત્રે જ નાકાબંધી કરતા ભાણવડથી ત્રીસેક કિમી દૂર લાલપુર નજીકથી આરોપીઓ કાર લઈને પસાર થતાં પોલીસને જોઇને કાર મૂકીને નાસી છૂટ્યાં હતાં. હાલ ભાણવડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી.સોલંકીની આગેવાની હેઠળ દેવભૂમિ દ્વારકા તથા જામનગર પોલીસ સંયુક્ત રીતે આરોપીઓની શોધખોળની કવાયત હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.