ETV Bharat / jagte-raho

સુરત પોલીસ બની જલ્લાદ, યુવાન પર ગુજાર્યો અમાનુષી અત્યાર - પેટ્રોલ રેડી

સુરત: યુવાનના ગુપ્તાંગમાં પેટ્રોલ છાંટી, લાલ મરચાની ભુકી નાંખી સુરત પોલીસે હેવાનીયતની બધી હદો વટાવી હોવાનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. યુવાનના પિતાએ કોર્ટમાં દાદ માગ્યા બાદ ડીંડોલી પોલીસે નીચા નમી યુવાનને કોર્ટમાં રજૂ કર્યો હતો.

Surat police poured petrol into young man's anus

author img

By

Published : Dec 1, 2019, 3:12 PM IST

સુરત શહેર પોલીસ આરોપીઓ કે નિર્દોષ કોઈને પણ એક વખત તેમની ઝપટમાં આવે એટલે કઇ પણ વિચાર કર્યા વિના અમાનુષી અત્યાચાર ગુજારવામાં પાછું ફરીને જોતી નથી. આવી જ કઈક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં બની છે. પીડિત યુવાનને સારવાર માટે કોર્ટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલતા ડીંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે. હવે પોલીસ પણ કોર્ટ કાર્યવાહીની ભીંસમાં આવે તેવી સંભાવના છે.

સુરત પોલીસ બની જલ્લાદ યુવાનનાં ગુપ્તાંગમાં પેટ્રોલ અને મરચાની ભુકી નાંખી

ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં શકમંદ તરીકે ઝડપાયેલી યુવતીએ તેની બહેનપણીના ઘરમાં અંદાજે દોઢ લાખ રૂપિયાની ચોરી કરીને આ રૂપિયા ડીંડોલી ગોડાદરા ખાતે આવેલી વરદાન રેસીડન્સીમાં રહેતા બોબી ક્રિષ્ના યાદવને આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ વરદાન રેસીડન્સી ખાતે તપાસ અર્થે ગઇ હતી. પરંતુ 21 વર્ષીય યુવાન બોબી નોકરી પર ગયેલો હોવાથી તેની માતાએ બોબીને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. જેથી બોબી આ કેસમાં કંઈ ન જાણતો હોવાનું કહેવા માટે 27મી તારીખના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બોબીને ઢોર માર મારીને અર્ધ બેભાન બનાવી દેવાયો હતો. ત્યાર બાદ તેના ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખવા સાથે મરચાની ભૂકી પણ નાખી હતી. માનવતા નેવે મુકીને ડીંડોલી પોલીસ દ્વારા બોબી નામના યુવાન પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતા આખરે બોબીના પિતાએ પોલીસનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને બોબીને મળવા દેવાયા ન હતા. એટલું જ નહીં પિતાને પણ અંદર કરી દેવાની ધમકી આપી હતી.

આખરે કોર્ટમાં પોતાના પુત્રને છેલ્લા ત્રીસ કલાકથી ડીંડોલી પોલીસે ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ લઇ કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે ડીંડોલી પોલીસને બોબીને કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. જો કે, પોલીસે બોબીને ધમકી આપીને તેને માર મારવામાં આવ્યો નથી એવુ નિવેદન આપવા દબાણ કર્યું હતું. તેમજ જો કોઇ નિવેદન આપશે તો તારા આખા ઘરને જીવવાનું મુશ્કેલ કરી દેશે, એવી ધમકી પણ આપી હતી. પરંતુ બોબીએ કોર્ટમાં પોતાના પર પોલીસે આચરેલી અત્યાચારની તમામ વિગતો કહી હતી. તેમજ ગુપ્તાંગમાં પેટ્રોલ રેડવા સાથે લાલ મરચાની ભુકી નાંખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જેથી કોર્ટે બોબીને મેડીકલ ચેકઅપ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાનો આદેશ આપ્યો હતો. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત યુવાને સારવાર લેવાની ફરજ પડી હતી. તબીબી તપાસમાં યુવાનના શરીર પરથી ઇજા તેમજ માર માર્યાના નિશાન મળી આવ્યા હતા.

કોર્ટ દ્વારા આ મામલે ડીંડોલી પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે પીડિત યુવાનના પિતાએ પણ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.

Intro:સુરત : શહેર પોલીસ આરોપીઓ કે નિર્દોષ કોઇને પણ એક વખત તેમની ઝપટમાં આવે એટલે કાંઇ પણ વિચાર કર્યા વગર અમાનુષી અત્યાચાર ગુજારવામાં પાછું ફરીને જોતી નથી. આવી જ કઈક ઘટના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં બની છે અને યુવાનના પિતા દ્વારા કોર્ટમાં દાદ મંગાયા બાદ ડીંડોલી પોલીસે નીચા નમી યુવાનને કોર્ટમાં રજૂ કર્યો હતો.. જ્યાંથી પીડિત યુવાનને સારવાર માટે કોર્ટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલતા ડીંડોલી પોલીસની નિર્દય હરકતો બહાર આવી છે અને હવે પોલીસ કોર્ટ કાર્યવાહીની ભીંસમાં આવે એવી સંભાવના છે.

Body:ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના એક ગુનામાં શકમંદ તરીકે ઝડપાયેલી યુવતીએ તેની બહેનપણીના ઘરમાં અંદાજે દોઢ લાખ રૂપિયાની ચોરી કરીને આ રૂપિયા ડીંડોલી ગોડાદરા ખાતે આવેલી વરદાન રેસીડન્સીમાં રહેતા બોબી ક્રિષ્ના યાદવને આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ વરદાન રેસીડન્સી ખાતે તપાસ અર્થે ગઇ હતી. પરંતુ 21 વર્ષીય યુવાન બોબી નોકરી પર ગયેલો હોવાથી તેની માતાએ બોબીને ફોન કરીને સમગ્ર વાત કરી હતી. જેથી બોબી આ કેસમાં કંઇ ન જાણતો હોવાનું કહેવા માટે 27મી તારીખના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસ સ્ટાફ દ્વારા બોબીને ઢોર માર મારીને અર્ધ બેભાન બનાવી દેવાયો હતો. ત્યાર બાદ તેના ગુપ્તાંગમાં પેટ્રોલ નાંખવા સાથે મરચાની ભૂકી પણ નાંખવામાં આવી હતી. માનવતા નેવે મુકીને ડીંડોલી પોલીસ દ્વારા બોબી નામના યુવાન પર અમાનવિય અત્યાચાર ગુજારવામાં આવતા આખરે બોબીના પિતાએ પોલીસનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને બોબીને મળવા દેવાયા ન હતા.એટલું જ નહીં પિતાને પણ અંદર કરી દેવાની ધમકી આપી હતી.

આખરે કોર્ટમાં પોતાના પુત્રને છેલ્લા ત્રીસ કલાકથી ડીંડોલી પોલીસે ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ લઇને તેઓ  કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે ડીંડોલી પોલીસને બોબીને કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો. જો કે, પોલીસે બોબીને ધમકી આપીને તેને માર મારવામાં આવ્યો નથી એવુ નિવેદન આપવા દબાણ કર્યું હતું તેમજ જો કોઇ નિવેદન આપશે તો તારા આઘા ઘરને જીવવાનું મુશેકલ કરી દેશે એવી ધમકી પણ આપી હતી. પરંતુ બોબીએ કોર્ટમાં પોતાના પર પોલીસે આચરેલી અત્યાચારની તમામ વિગતો કહી હતી તેમજ ગુપ્તાંગમાં પેટ્રોલ રેડવા સાથે લાલ મરચાની ભુકી નાંખવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. જેથી કોર્ટે બોબીને મેડીકલ ચેકઅપ અને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાનો આદેશ આપ્યો હતો. જ્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત યુવાને સારવાર લેવાની ફરજ પડી હતી.તબીબની તપાસમાં પણ યુવાનના શરીર પરથી ઇજાના મારના નિશાન મળી આવ્યા હતા...

Conclusion:કોર્ટ દ્વારા આ મામલે ડીંડોલી પોલીસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.જો કે પીડિત યુવાનના પિતાએ પણ કસુરવાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ  કરી છે...

બાઈટ :બોબી જાધવ ( પીડિત  )
બાઈટ :ક્રિષ્ના જાધવ( પીડિત યુવાનના પિતા)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.