રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જિલ્લામાં ચાલતી પ્રોહી-જુગાર પ્રવૃતિઓ નાબુદ કરવા કડક પગલા લેવા સુચના આપી હતી. આ સુચના પ્રમાણે PI એમ.એન.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ હેડ કોન્સટેબલ શક્તિસિંહ જાડેજા તથા કોન્સટેબલ નારણભાઇ પંપાણીયાએ જેતપુર શહેરમાં ગુનાહિત પ્રવૃતિ ડામવા કવાયત હાથ ધરી છે.
LCBને મળેલ બાતમીના આધારે ફૂલવાડી વિસ્તારમાં ચલણી નોટોના આંકડા પર એકી-બેકી, રોન અને ખોલનો જુગાર રમતા બે ઇસમોની ધરપકડ કરી હતી. જેમાં અમીનભાઇ ગફારભાઇ સોલંકી અને સુનીલભાઇ ગીરધરભાઇ મેરની ધરપકડ કરી હતી. બંન્ને શકુનિઓ જેતપુરના રહેવાસી છે.
LCBએ રોકડ રૂપિયા 10,500 કબ્જે કર્યા હતા. આ આરોપીઓને પકડી જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી LCB રાજકોટ ગ્રામ્ય પોલીસે શરુ કરી છે.