જો કે, આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નરે યુવતીને શોધનારાને રુપિયા 25 હજારના ઇનામની ઘોષણા કરી છે. તો કમિશ્નર રાજીવ રંજન અનુસાર 25 નવેમ્બર 2017એ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે જીબી રોડ સ્થિત કોઠા પર દરોડા પાડીને 13 યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં બાળ કલ્યાણ સમિતિના આદેશ પર આ યુવતીઓને દિલશાહ ગાર્ડન સ્થિત સંસ્કાર આશ્રમમાં રાખવામાં આવી હતી પરંતુ 2 ડિસેમ્બર 2018 ના દિવસે 9 યુવતીઓ સંદિગ્ધ હાલતમાં આશ્રમમાંથી ગુમ થઇ છે. જેમાં 8 યુવતીઓ એ હતી જેને જીબી રોડના આશ્રમમાંથી મુક્ત કરાઇ હતી.
હાઇકોર્ટે ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવાના આદેશ આપ્યા
આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને લઇ જીટીબી એન્કલેવ પોલીસે FIR દાખલ કરી છે. 9 યુવતીઓના ગુમ થવાને મામલે હાઇકોર્ટે ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ આપ્યા છે. આ યુવતીઓની ઉંમર 17 થી 22 વર્ષ છે. પોલીસ જાણવા મળ્યું છે કે, યુવતીઓ 1 થી 2 ડિસેમ્બરની રાતે ગુમ થઇ છે. આશ્રમના સુપિરટેંડેન્ટે પોલીસને જણાવ્યું છે કે, આશ્રમથી ગુમ થયેલી યુવતીઓમાંની 8 નેપાળની રહેવાસી છે તો 9 યુવતીઓ બિહારના ભાગલપુરની રહેવાસી છે. આ સમગ્ર મામલે એન્ટી હ્યુમન ટ્રૈફિકિંગ યુનિટે તપાસ હાથ ધરી છે.
કોલકતાના કોઠામાં મળી યુવતી
આ મામલે તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુચના મળી હતી કે, ગુમ થયેલી યુવતીમાંની એક કોલકતાના સોનાગાછી સ્થિત કોઠા પર છે. આ જાણકારીને ધ્યાને લઇ SP સુરેન્દ્ર ગુલિયાની દેખરેખમાં SI કર્મવીરની ટીમ કોલકતા પહોંચી હતી ત્યાંથી આ યુવતીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુક્ત કરી હતી અને દિલ્હી પરત લાવવામાં આવી હતી. આ યુવતીને દિલ્હી લાવ્યા બાદ નારી નિકેતનમાં રાખવામાં આવી છે.