- ગન ફાયરિંગ કરીને ઉજવણી કરવાનો અમદાવાદમાં ક્રેઝ
- ફટાકડાની જગ્યાએ બંદૂકથી કરાયું ફાયરિંગ
- મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં ફાયરિંગ કરીને યુવકો દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મેઘાણીનગરની પર્ણકુંજ સોસાયટીના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક હવામાં રાયફલ વડે ફાયરિંગ કરતો નજરે પડે છે. ફટાકડાની જગ્યાએ યુવકે રાયફલથી ફાયરિંગ કરીને ઉજવણી કરી છે. જે અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
- આ પહેલાં પણ બન્યાં છે ગન ફાયરિંગના બનાવ
અગાઉ બાપુનગર અને દાણીલીમડા વિસ્તારમાં પણ આ પ્રકારે જન્મદિવસે અને પ્રસંગે ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ થયો હતો જે મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે હવે મેઘાણીનગર પોલીસે પણ તપાસ હાથ ધરી છે.