ETV Bharat / jagte-raho

દુકાનદાર બાજુની દુકાને વાત કરવા ગયાંને રુ. 1.40 લાખ ચોરીને ગઠીયાઓ ફરાર થઇ ગયાં - Theif

કેટલીક વાર આપણી જ બેદરકારીને કારણે આપણે ગુનાનો ભોગ બનીએ છીએ તે સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં નરોડામાં દુકાનદાર બાજુની દુકાને કોઈ વાત કરવા ગયો હતો અને તે સમયગાળામાં દુકાનમાં પડેલ રુ. 1.40 લાખ રૂપિયા લઈને 2 ગઠીયા ફરાર થઇ ગયાં હતાં.

દુકાનદાર બાજુની દુકાને વાત કરવા ગયાંને રુ. 1.40 લાખ ચોરીને ગઠીયાઓ ફરાર થઇ ગયાં

author img

By

Published : Dec 5, 2020, 2:07 PM IST

  • નરોડાની દુકાનમાંથી 1.40 લાખ રુપિયાની ચોરી
  • દુકાનદારની બેદરકારીને કારણે થઇ ચોરી
  • નરોડા પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી

અમદાવાદઃ ચોરની ચાર આંખ એવી એક કહેવત છે પણ કદાચ નરોડાના દુકાનદારને ખબર નહીં હોય. વિઠ્ઠલ પ્લાઝામાં દુકાન ધરાવતાં દુકાનદાર બાજુની દુકાનમાં કોઇ કારણે વાત કરવા ગયાં અને આ બાજુ તેમની દુકાનમાં પડેલાં 1.40 લાખની રોકડ ઉપાડી લઇને છૂમંતર થઈ ગયાં હતાં.

  • કેવી રીતે થઇ ચોરી?

    નિકોલ વિસ્તારમાં રહેતાં અંકિતભાઈ પટેલ નરોડામાં વિઠ્ઠલ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં સારથી ટાયર એન્ડ બેટરી નામની દુકાન ચલાવે છે. ગત 3 ડિસેમ્બરના રોજ સવારે તેઓ દુકાને આવ્યાં હતાં. બાદમાં તેમનો ભત્રીજો ઘરે જમવા માટે ગયો હતો. તે દરમિયાન અંકિતભાઈ દુકાને હાજર હતાં. ત્યારે બપોરે એક વાગ્યાની આસપાસ કોમ્પ્લેક્સના માણસો મેઇન્ટેનન્સ માટે પૈસા ઉઘરાવવા આવ્યાં હતાં અને આ લોકો મેઇન્ટેનન્સ ઉઘરાવી પરત જતાં રહ્યાં હતાં. જે બાદ અંકિતભાઈ તે અંગે વાતચીત કરવા ગયાં હતાં અને પરત ફરીને જોયું તો તેમની દુકાનમાં પડેલ રુપિયા 1.40 લાખની રોકડ ગાયબ હતી. તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોરી અંગે જાણ થઇ હતી.

  • સીસીટીવીમાં બે ગઠીયાની કરામત કેદ

પૈસા ચોરી થઇ હોવાની શંકા થતા અંકિતભાઈએ કોમ્પલેક્સના સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં ત્યારે તેમની દુકાનમાં 2 અજાણ્યા શખ્સો જતાં જોવા મળ્યાં હતાં.જે મામલે તેમને પોલીસને પણ જાણ કરી હતી. હાલ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.