અમદાવાદમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં શનિવારની બપોરે IIFL નામની ફાયનાન્સ કંપનીમાં એક યુવકે હથિયાર બતાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લૂંટ કરે તે પહેલ જ કંપનીમાં કામ કરનાર કર્મચારીએ પાણીનો ગ્લાસ ફેંકી લૂંટ કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો. જે બાદ લોકોએ પોલીસને બોલાવી આરોપીને સોંપી દીધો હતો.
તો આરોપીની પોલીસ દ્વારા ઝાડપીને કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, જુગારમાં દેવું થઈ જતા આરોપીએ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આ આરોપી પોતે રાજસ્થાનથી હથિયાર પણ લાવ્યો હતો. હથિયાર લાવવામાં અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ ક્વોટરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ તેની મદદ કરી હોવાનું જાણવા પ્રકાશમાં આવ્યુ હતું.
તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા આરોપી પોલીસ કોન્સ્ટેબલની પણ ધરપકડ કરી છે. આ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલન પૂછપરછ પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.