અમદાવાદ: કટ્ટરપંથી ઈસ્લામી ઉપદેશક ઝાકિર નાઈકને ઓમાનમાંથી ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ 23 માર્ચે ઓમાનની મુલાકાત દરમિયાન નાઈકની અટકાયત કરવા માટે પહેલાથી જ ઓમાન સત્તાવાળાઓના સંપર્કમાં છે.
ઝાકિર નાઈકની થઈ શકે છે ધરપકડ: નાઈક 23 માર્ચે ઓમાનમાં હશે. તેમને ઓમાનમાં લેક્ચર આપવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમનું પહેલું પ્રવચન 23 માર્ચે રમઝાનના પહેલા દિવસે થવાનું છે. તેનું આયોજન ઓમાનના અકાફ અને ધાર્મિક બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. અને તેમનું બીજું લેક્ચર 25 માર્ચે સુલતાન કબૂસ યુનિવર્સિટીમાં યોજાવાનું છે. 2016થી ભાગેડુ ઓમાનમાં ધરપકડ કરીને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઓમાનના અધિકારીઓના સંપર્કમાં: સ્થાનિક ભાસ્થાનિક ભારતીય દૂતાવાસ એજન્સીઓના સંપર્કમાં છે. સ્થાનિક કાયદા અનુસાર તેને દેશનિકાલ કરવામાં આવી શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર એવી સંભાવના છે કે સ્થાનિક અધિકારીઓ તેની માંગને સ્વીકારે અને તેને કસ્ટડીમાં લઈ જાય. આ સાથે એક લીગલ ટીમને પણ ઓમાન મોકલી શકાય છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દો ઓમાનની એમ્બેસી સમક્ષ પણ ઉઠાવ્યો છે. તે જ સમયે ઓમાનમાં ભારતીય દૂતાવાસે પણ આ મામલો ત્યાંના વિદેશ મંત્રાલય સમક્ષ મૂક્યો છે.
આ પણ વાંચો: US Report: ભારતમાં માનવ અધિકારના ભંગને લગતા કેસોમા વધારો
શું છે મામલો: નાઈક પર ભારતમાં મની લોન્ડરિંગ અને અપ્રિય ભાષણના કેસ નોંધાયેલા છે. તેને 2017માં અહીં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ઝાકિર અબ્દુલ કરીમ નાઈક 2016માં ભારતથી ભાગી ગયો હતો. જ્યારે તેની સંસ્થા આઈઆરએફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 2019માં તેના પર મલેશિયામાં જાહેર ભાષણ આપવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત ઉપરાંત તેના પીસ ટીવી નેટવર્ક પર બાંગ્લાદેશ, કેનેડા, શ્રીલંકા અને યુકેમાં પણ પ્રતિબંધ છે. નાઈક મુસ્લિમ યુવાનો અને આતંકવાદીઓને ભારત અને વિદેશમાં આતંકવાદી પ્રવૃતિઓ કરવા માટે પ્રેરિત કરતો હતો.
અનેક આરોપી નાઈકથી પ્રભાવિત: 19 નવેમ્બર, 2022ના મેંગલુરુ ઓટો બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ શારિક, ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના વીડિયોથી પ્રભાવિત થયો હતો. અને તેણે આત્મ-કટ્ટરપંથી બનાવ્યો હતો. કર્ણાટક પોલીસ અધિકારીઓએ શારિકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો જેમાં ઝાકિર નાઈક અને તેના હેન્ડલર્સે ટેલિગ્રામ, સિગ્નલ, વાયર, ઈન્સ્ટાગ્રામ અને એલિમેન્ટ જેવા અન્ય પ્લેટફોર્મ્સ દ્વારા આ વીડિયો શેર કર્યા હતા.
આ પણ વાંચો: Khalistan News: સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોના હુમલા પર અમેરિકાએ આપ્યું આ મોટું નિવેદન
ભારત અને બાંગ્લાદેશમાં વોન્ટેડ: નાઈકના ભાષણે 2016ના ઢાકા બોમ્બ વિસ્ફોટોને ઉશ્કેર્યા હોવાનું માનવામાં આવે છે. જેમાં 20 લોકો માર્યા ગયા હતા, તેમજ શ્રીલંકામાં ઇસ્ટર 2019 બોમ્બ વિસ્ફોટો જેમાં 250 થી વધુ લોકો માર્યા ગયા હતા. ઝાકિર નાઈકને ભારત અને બાંગ્લાદેશમાં વોન્ટેડ જાહેર કરાયો છે.