વોશિંગ્ટન: યુ.એસ.ને નાણાકીય વર્ષ 2023 માટે ફરજિયાત 65,000 H1-B વિઝા (H1-B visas for 2023) કેપ સુધી પહોંચવા માટે જરૂરી પર્યાપ્ત સંખ્યામાં અરજીઓ (Applications for H1-B Visas) મળી છે. મંગળવારે દેશની ફેડરલ એજન્સી ફોર ઇમિગ્રેશન (USCIS) સર્વિસે જણાવ્યું હતું. સર્વિસે કહ્યું કે, H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે. જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા ટેક એક્સપર્ટની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં અમેરિકા સિવાયના પ્રોફેશનલ્સને મંજૂરી આપે છે. ભારતની તથા ચીનની ટેક કંપનીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર સૌથી વધારે આધાર રાખે છે.
-
We have received a sufficient number of petitions needed to reach the congressionally mandated 65,000 H-1B visa regular cap and the 20,000 H-1B visa master’s cap for FY 2023 and have completed sending non-selection notifications to registrants’ online accounts.
— USCIS (@USCIS) August 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have received a sufficient number of petitions needed to reach the congressionally mandated 65,000 H-1B visa regular cap and the 20,000 H-1B visa master’s cap for FY 2023 and have completed sending non-selection notifications to registrants’ online accounts.
— USCIS (@USCIS) August 23, 2022We have received a sufficient number of petitions needed to reach the congressionally mandated 65,000 H-1B visa regular cap and the 20,000 H-1B visa master’s cap for FY 2023 and have completed sending non-selection notifications to registrants’ online accounts.
— USCIS (@USCIS) August 23, 2022
આ પણ વાંચો: પેરાગ્વેમાં વિદેશપ્રધાન એસ જયશંકરે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
માસ્ટર કેપ: H-1B વિઝા પ્રોગ્રામ એ ભારતીયો સહિત વિદેશી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગવામાં આવતા વર્ક વિઝા છે. સર્વિસે જણાવ્યું હતું કે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં અરજીઓ આવી ચૂકી છે. પણ આ વખતે ફરજિયાત પણે 65000 H1-B વિઝા સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. જેમાંથી 20,000 H1-B વિઝા માત્ર ડિગ્રી માટેના છે. જેને ડિગ્રી એક્ઝેપ્શન કહેવાય છે. જે બીજા શબ્દોમાં માસ્ટર કેપ તરીકે પણ જાણીતા છે. નાણાકીય વર્ષ 2023 માટે આ ટાર્ગેટને ધ્યાને લેવામાં આવ્યો છે. અમેરિકા સિટિઝનશીપ અને ઈમિગ્રેશન સર્વિસે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. USCIS એ નોન-સિલેકશન નોટિફિકેશન રજીસ્ટ્રેટના ઓનલાઈન એકાઉન્ટમાં મોકલવાનું કામ પૂર્ણ કરી દીધું છે.
આ પણ વાંચો: ઋષિ સુનકે યુકેમાં જન્માષ્ટમીની કરી ઉજવણી, પત્ની અક્ષતા મૂર્તિ સાથે ઈસ્કોન મંદિરની લીધી મુલાકાત
એજન્સી અરજી ચેક કરે: FY 2023 H-1B સંખ્યાત્મક ફાળવણી માટે યોગ્ય રીતે રજિસ્ટ્રેશનની સ્થિતિ સબમિટ કરવામાં આવી હતી. પરંતુ તેની કોઈ રીતે પસંદગી થઈ ન હતી. આ નોંધણીના આધારે H-1B કેપ પિટિશન ફાઇલ કરવા માટે કેટલાક લાયક નથી. દરમિયાન, ફેડરલ એજન્સી એવી અરજીઓ સ્વીકારવાનું અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખશે. જેને અન્ય કેપમાંથી મુક્તિ આપવામાં આવે છે, વર્તમાનમાં H-1B કામદારો માટે દાખલ કરાયેલી પિટિશન કે જેઓ અગાઉ કેપની સામે ગણવામાં આવ્યા છે અને જેઓ હજુ પણ તેમનો કેપ નંબર જાળવી રાખે છે. તેમને FY 2023 H-1B કેપમાંથી મુક્તિ આપવામાં આવી છે. H-1B વિઝા માટે જાતે જ અરજી કરી શકાતી નથી.
વિઝા ફી હોય: આ માટે તમે એક અમેરિકન કંપની દ્વારા પ્રાયોજિત જે તે વ્યક્તિને કરવામાં આવે છે. તમારા એમ્પ્લોયર તમારી વિઝા ફી ચૂકવે છે અને તેઓ તમારા વતી તમારા દસ્તાવેજો વિઝા ઓફિસમાં સબમિટ કરે છે. શરૂઆતમાં, H-1B વિઝા ત્રણ વર્ષ માટે ઉપલબ્ધ હતા, જેને છ વર્ષ સુધી વધારી શકાય છે. જો H-1B વિઝા છે, તો તમે યુએસમાં રોકાણના સમયગાળા માટે તમારા પરિવારના સભ્યોને પણ રાખી શકો છો. એચ-4 વિઝા જીવનસાથી અથવા બાળકો માટે જારી કરવામાં આવે છે. H-1B વિઝા ધારકો પાંચ વર્ષના સમયગાળા પછી કાયમી યુએસ નાગરિકતા માટે અરજી કરી શકે છે.