વોશિંગટનઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર બુધવારે રાત્રે ડાઉન થઈ ગઈ હતી. યુઝર્સને પોસ્ટ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કોઈ યુઝર્સ પોતાની ટ્વિટ પોસ્ટ કરી શક્યા ન હતા. ઘણા યુઝર્સને એક પોપઅપ મળ્યું જેમાં લખ્યું હતું, 'તમે ટ્વીટ મોકલવાની દૈનિક મર્યાદા વટાવી દીધી છે. સતત 90 મિનિટ સુધી સર્વર તરફથી કોઈ પ્રકારનો રીસપોન્સ ન મળતા ભારે હાલાકી ઊભી થઈ હતી. ખાસ કરીને મોબાઈલ ફોનમાંથી કોઈ પ્રકારની ટ્વિટ પોસ્ટ ન થતા યુઝર્સને પરેશાની થઈ હતી. ટ્વીટ નોટ સેન્ટ જેવા મેસેજ વાંચવા મળ્યા હતા.
-
The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023
આ પણ વાંચોઃ Twitter gold badges: ટ્વિટર બિઝનેસમેન પાસેથી ગોલ્ડ બેજ માટે 1000 ડોલર ચાર્જ કરશે
માફી માંગીઃ ટ્વીટરે આ કેસમાં યુઝર્સની માફી માંગી લીધી છે. કેટલાક યુઝર્સને તો લોગઈન કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. જોકે, સાઈટ ડાઉન થઈ જતા કેટલાક યુઝર્સે કેલેન્ડર ઓપ્શન અપનાવ્યો હતો. જેમાં જે તે ટ્વીટને સરળતાથી શેડ્યુલ કરી શકાય છે. એટલે જ્યારે સર્વિસ શરૂ થાય એ સમયે પહેલા એ પોસ્ટ પબ્લિશ થાય છે. ખાસ વાત એ છે કે, ટ્વિટર ક્યારેય પોતાની ડેઈલી અપડેટ લિમિટ અંગે મેસેજ કરતી નથી. આ હંગામી ધોરણે કોઈ એરર આવી હોય એવું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ટ્વીટર સપોર્ટ પેજ પર એવી ટ્વીટ પણ મૂકવામાં આવી હતી કે, ટ્વિટર થોડા સમય માટે કામ કરી રહ્યું નથી.
-
The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023The person at Twitter trying to figure out which cord to plug back in. #TwitterDown pic.twitter.com/zixmJwpUY4
— Tyler Roney (@TylerJRoney) February 8, 2023
કેટલા મેસેજઃ ટ્વિટરની વેબસાઈટ અનુસાર એક દિવસના 2400 ટ્વીટ સેન્ડ કરી શકાય છે. જ્યારે ડાયરેક્ટ મેસેજની મર્યાદા 500ની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી 9,000 થી વધુ ટ્વિટર યુઝર્સે રિપોર્ટ જાહેર કર્યો. થોડા સમય પહેલા વાવડ એવા પણ મળ્યા હતા કે, એલન મસ્કે પોતાની કંપની ટ્વિટરમાંથી કેટલાક કર્મચારીઓની છટણી કરી દીધી છે. જેને લઈને કેટલાક મિમ્સ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા હતા.
આ પણ વાંચોઃ WhatsApp brings: વૉટ્સએપ વૉઇસ સ્ટેટસ અને સ્ટેટસ રિએક્શન ફીચર્સ લાવે છે
અનેક દેશમાં અસરઃ દુનિયાના અનેક દેશમાં ટ્વિટર વેબસાઈટ ડાઉન થઈ જતા કંપનીની સિસ્ટમ સામે અનેક એવા સવાલ થયા હતા. ટ્વિટરમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હોવાનું મનાય રહ્યું છે. એલન મસ્કના કાર્યકાળમાં પહેલી વખત એવું બન્યું છે કે, કોઈ લોકો પોતાની પોસ્ટ મૂકી શકતા નથી. સાઈટ ડાઉન થવાને કારણે એવા મિમ્સ પણ વહેતા થયા હતા કે, કંપની સામે લોકોએ કટાક્ષ કર્યો હતો.