અમદાવાદ: તુર્કી અને સીરિયામાં ભૂકંપથી પ્રભાવિત લોકોને બચાવવાનો પ્રયાસ કરતી ભારતીય મહિલા સૈનિકની તસવીર દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે. આ તસવીર તુર્કીના ઇસ્કેન્ડરુન શહેરની આર્મી ફિલ્ડ હોસ્પિટલની છે. તસવીરમાં એક ભારતીય મહિલા અધિકારી દેખાઈ રહી છે, જે બચાવ કામગીરીના ભાગરૂપે હોસ્પિટલમાં લાવવામાં આવેલી એક મહિલાને ગળે લગાવી રહી છે.
-
#OperationDost
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap
">#OperationDost
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 9, 2023
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap#OperationDost
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 9, 2023
We Care.#IndianArmy#Türkiye pic.twitter.com/WoV3NhOYap
"We care": આ તસવીરને ADG PIના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં "We care" કેપ્શન સાથે લોકો આ તસવીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- અમે અને અમારી સેના હંમેશા માનવતાની સેવા માટે હાજર છીએ. ઉલ્લેખનીય છે કે, તુર્કીમાં ભૂતકાળમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ દુર્ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. કટોકટીના સમયમાં ભારતે તુર્કી સાથેના અગાઉના સંબંધોને બાજુ પર રાખીને મદદનો હાથ લંબાવ્યો હતો.
દેવદૂત બની મહિલા: તુર્કીમાં ભારત દ્વારા ચાલી રહેલા રાહત અને બચાવ કાર્ય વચ્ચે મહિલા ઓફિસર બીના તિવારીની તસવીર આ દિવસોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ખાસ કરીને તે ફોટો જેમાં ટર્કિશ મહિલા તેના ગાલ પર કિસ કરતી જોવા મળે છે. ભારતમાં લોકોમાં એ વાતને લઈને ઉત્સુકતા છે કે આ મહિલા અધિકારી કોણ છે? તો ચાલો તમને તેમના વિશે જણાવીએ.
બીના ભારતીય સૈન્યમાં ડૉક્ટર છે: તુર્કીમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારની એક મહિલાની એક મહિલા ભારતીય સૈન્ય અધિકારીને ગાલ પર ચુંબન કરતી એક તસવીર એડીજીપીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી હતી. જે બાદ બીજી ઘણી તસવીરો પણ સામે આવી છે. મેજર બીના તિવારી તુર્કીમાં રાહત કાર્યમાં લાગેલી ભારતીય સેનાની મહિલા અધિકારીનું નામ છે. બીના ભારતીય સેનામાં ડોક્ટર છે. બીના તુર્કીના ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો હોય કે વૃદ્ધ લોકો તેના કામના વખાણ કરતા થાકતા નથી.
આ છે ભારત: મેજર બીના તિવારીની બીજી પણ એક તસ્વીર વાયરલ થઇ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બાળકીને મળવા પહોંચેલા મેજર બીના તિવારીની તસ્વીર પણ લોકો ખુબ શેર કરી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ મૃતકોની સંખ્યા વધીને 19,300થી વધુ થઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે ભૂકંપથી 23 મિલિયન લોકો પ્રભાવિત થઈ શકે છે.
ઓપરેશન દોસ્ત: ભૂકંપ સહાય તરીકે ભારતે ઓપરેશન દોસ્ત હેઠળ 2 NDRF ટીમો, ડોકટરો અને રાહત સામગ્રી સાથે ભારતીય વાયુસેનાના C-17 વિમાન મોકલ્યા છે. અહીં ભારતીય સેના 30 અસ્થાયી હોસ્પિટલો બનાવીને લોકોની સારવાર કરશે. એનડીઆરએફનાજવાનો આ મુશ્કેલીના સમયમાં જીવતા લોકોને શોધી રહ્યા છે. તો ભારતીય સેના મેડિકલ સહાયની સાથે તુર્કીમાં પહોંચી ચૂકી છે.