ETV Bharat / international

TikTok CEO: અમેરિકામાં ચીનના સંબંધી ટિક ટોકના CEOને કરાયા પ્રશ્ન, ભારતનો પણ ઉઠ્યો મુદ્દો

યુ.એસ.માં, ટિક ટોકના સીઈઓને ડેટા શેરિંગને લઈને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સીઈઓએ ભારતના પ્રતિબંધને 'કાલ્પનિક' અને 'સૈદ્ધાંતિક' ગણાવ્યો હતો.

TikTok CEO: અમેરિકામાં ચીનના સંબંધી ટિક ટોકના CEOને કરાયા પ્રશ્ન, ભારતનો પણ ઉઠ્યો મુદ્દો
TikTok CEO: અમેરિકામાં ચીનના સંબંધી ટિક ટોકના CEOને કરાયા પ્રશ્ન, ભારતનો પણ ઉઠ્યો મુદ્દો
author img

By

Published : Mar 24, 2023, 1:44 PM IST

વોશિંગ્ટન: ટિક ટોકના સીઈઓ શૉ જી ચ્યુએ સુરક્ષાની વધતી જતી ચિંતાઓ અને કંપની પર ચીનની સરકારના સંભવિત પ્રભાવ વચ્ચે યુએસ કોંગ્રેસ સમક્ષ નિવેદનો આપ્યા હતા. ટિક ટોકના સીઈઓને યુએસ કમિટી સમક્ષ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ચાર કલાક સુધી સીઈઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ચીનની ટેક્નોલોજી કંપની બાઈટડાન્સની માલિકીની ટિક ટોક એપએ ચીનની સરકાર સાથે એવો કોઈ ડેટા શેર કર્યો નથી જેનાથી કોઈ ખતરો થઈ શકે. અમેરિકામાં ટિક ટોકના 150 મિલિયન યુઝર્સ છે.

આ પણ વાંચો: London: બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર ફરકાવાયો વિશાળ ત્રિરંગો

ચીન સરકારના નિયંત્રણમાં: યુએસ સાંસદ ડેબી લેસ્કોએ તેમની પૂછપરછ દરમિયાન ભારત અને અન્ય દેશોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત સહિત કેટલાક અન્ય દેશોમાં ટિક ટોક પર કોઈને કોઈ સ્વરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લેસ્કોને પૂછવામાં આવ્યું કે, 'આ (ટિક ટોક) એક એવું સાધન છે, જે આખરે ચીન સરકારના નિયંત્રણમાં છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. સંબંધિત દેશ અને યુએસના એફબીઆઈ ડિરેક્ટર કેવી રીતે ખોટા હોઈ શકે?

2020માં ટિક ટોક પર પ્રતિબંધ: CEO એ આરોપોને બાજુ પર મૂકીને કહ્યું કે, ઘણા આરોપો કાલ્પનિક અને સૈદ્ધાંતિક જોખમો છે. મેં આ અંગે કોઈ પુરાવા જોયા નથી. આ દરમિયાન, અમેરિકન સાંસદે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો અને ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ પર ભાર મૂક્યો. અમેરિકન સાંસદે કહ્યું કે, ભારતે વર્ષ 2020માં ટિક ટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. 21 માર્ચે, ફોર્બ્સના એક લેખમાં જણાવાયું હતું કે કેવી રીતે ટિક ટોકનો ઉપયોગ કરનારા ભારતીય નાગરિકોનો ડેટા બેઇજિંગ સ્થિત પેરેન્ટ કંપનીના કર્મચારીઓ માટે સરળતાથી સુલભ હતો. ટિકટોકના એક કર્મચારીએ ફોર્બ્સને જણાવ્યું હતું કે કંપનીના ટૂલ્સની મૂળભૂત ઍક્સેસ ધરાવતી કોઈપણ વ્યક્તિ વપરાશકર્તાના નજીકના સંપર્કો અને અન્ય સંવેદનશીલ માહિતી સરળતાથી શીખી શકે છે.

આ પણ વાંચો: Indian Embassy Attack: બ્રિટનમાં ભારતીય દૂતાવાસ પર હુમલા બાદ ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનમાંથી સુરક્ષા હટાવાઈ

WeChat નો સમાવેશ: શૉ જી ચ્યુએ જવાબ આપ્યો, 'આ તાજેતરનો લેખ છે. મેં મારી ટીમને આ અંગે તપાસ કરવા કહ્યું છે. અમારી પાસે કડક ડેટા એક્સેસ પ્રોટોકોલ છે. ભારતે 2020 માં દેશભરમાં TikTok અને અન્ય ડઝનેક ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં ગોપનીયતા અને સુરક્ષાની ચિંતાઓને કારણે મેસેજિંગ એપ WeChat નો સમાવેશ થાય છે. LAC પર ચીની સૈનિકો સાથેની અથડામણ બાદ તરત જ ભારત તરફથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.