ETV Bharat / international

શ્રીલંકામાં આક્રોશની આગ, વડાપ્રધાને યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી - Sri Lanka Economical Issue

શ્રીલંકામાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે (Sri Lanka economic crisis)હાલમાં સત્તા સંભાળી રહેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષ (President Gotabaya Rajapaksa) ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમના નિવાસસ્થાન પર વિરોધીઓએ કબજો જમાવી લીધા બાદ ભાગી જવું પડ્યું હતું. આ સમગ્ર હોબાળાની સ્થિતિ સામે શ્રીલંકા પોલીસે ટીયરગેસના સેલનું ફાયરિંગ કર્યું છે.

શ્રીલંકામાં આક્રોશની આગ, રાષ્ટ્રપ્રમુખે યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી

author img

By

Published : Jul 9, 2022, 2:49 PM IST

Updated : Jul 9, 2022, 5:08 PM IST

કોલંબો: શ્રીલંકામાં કથળતી આર્થિક સ્થિતિને કારણે સરકાર વિરુદ્ધ (Protest Against Sri Lanka Government) સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિસ્થિતિથી પરેશાન પ્રદર્શનકારીઓએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા (Gotabaya Rajapaksa fled ) રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું અને તેના પર કબજો કરી લીધો છે. જેના કારણે પદાધિકારીઓએ એનું નિવાસસ્થાન છોડીને ભાગવું પડ્યું હતું. જ્યારે શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Sri Lanka Prime Minister) સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુદ્ધના ધોરણે કેબિનેટની એક બેઠક બોલાવી છે. જેમાં તાત્કાલિક સમાધાન કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. જે માટે પક્ષના પદાધિકારીઓને પણ બોલાવવામાં આવી રહ્યા છે.

શ્રીલંકામાં આક્રોશની આગ, વડાપ્રધાને યુદ્ધના ધોરણે કેબિનેટની બેઠક બોલાવી

આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

પોલીસે કર્ફ્યૂ દૂર કર્યો: અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકામાં ટોચના વકીલોના યુનિયન, માનવાધિકાર જૂથો અને રાજકીય પક્ષોના દબાણમાં વધારો કર્યા પછી, પોલીસે શનિવારે સરકાર વિરોધી દેખાવો જ પહેલા કર્ફ્યુ હટાવી લીધો હતો. સરકાર વિરોધના દેખાવોકારોને રોકવા માટે કોલંબોમાં પગલાં લેવામાં આવ્યા હતા. શ્રીલંકાના સાત પ્રાંતમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો.

અહીં કડક બંદોબસ્ત: શનિવારે પોલીસે દૂર કરી દીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નેગોમ્બો, કેલાનિયા, નુગેગોડા, માઉન્ટ લેવિનિયા, નોર્થ કોલંબો, સાઉથ કોલંબો અને કોલંબો સેન્ટ્રલનો સમાવેશ એવા વિસ્તારમાં થાય છે જ્યાં કડક કર્ફ્યૂ લાગુ કરી દેવાયો હતો.

  • Colombo | In a viral video, SJB MP Rajitha Senaratne attacked by protesters as agitation erupts on the streets amid the ongoing economic crisis.

    Sri Lankan President Gotabaya Rajapaksa has reportedly fled the country pic.twitter.com/A09tBsPmi7

    — ANI (@ANI) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

આવું એલાન હતુ: આ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી આગળની સૂચના સુધી લાગુ કરવામાં આવ્યો હતો. શુક્રવારે જાહેરાત કરતા, પોલીસ મહાનિરીક્ષક (IGP) સીડી વિક્રમરત્નેએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં પોલીસ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે ત્યાં રહેતા લોકોએ તેમના ઘરોમાં રહેવું જોઈએ અને કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રીલંકાના બાર એસોસિએશને પોલીસ કર્ફ્યુનો વિરોધ કર્યો, તેને ગેરકાયદેસર અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું.

બાર એસોસિએશનું નિવેદન: "આવો કર્ફ્યુ સ્પષ્ટપણે ગેરકાયદેસર છે અને આપણા દેશના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે જેઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને તેમની સરકારની તેમના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળતા સામે વિરોધ કરી રહ્યા છે," બાર એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું.

Last Updated : Jul 9, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.