ETV Bharat / international

પૂર્વ પતિએ જ કરી ફોટોગ્રાફર પત્નીની હત્યા, જાણો શું હશે કારણ... - પાકિસ્તાની ફોટોગ્રાફર

પાકિસ્તાની ફોટોગ્રાફર સાનિયા ખાનને તેના પૂર્વ પતિએ ગોળી મારી દીધી હતી. અમેરિકાના શિકાગો (Chicago, USA) શહેરમાં તેની હત્યા કરવામાં આવી હતી. તેના મૃત્યુના થોડા સમય પછી, હત્યારાનું પણ મૃત્યુ થયું હતું. તેની હત્યાના થોડા સમય પહેલા સાનિયાએ છૂટાછેડાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી.

પૂર્વ પતિએ જ કરી ફોટોગ્રાફર પત્નીની હત્યા, જાણો શું હશે કારણ...

author img

By

Published : Jul 24, 2022, 7:33 PM IST

શિકાગોઃ પાકિસ્તાની-અમેરિકન પ્રોફેશનલ ફોટોગ્રાફર સાનિયા ખાનના (Photographer Sania Khan) પૂર્વ પતિ રાહિલ અહેમદએ શિકાગોમાં તેની ગોળી મારીને હત્યા કરી નાખી. સાનિયા શિકાગોમાં રહેતી હતી, તે જ સમયે રાહિલને પણ ગોળી વાગી હતી, જેનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાના થોડા સમય પહેલા સાનિયા ખાને ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, 'એક સાઉથ એશિયન મહિલા તરીકે છૂટાછેડા લેવાનું કેટલું મુશ્કેલ હતું. તમને મળતા ભાવનાત્મક સમર્થનનો અભાવ, કોઈની સાથે રહેવાનું દબાણ, કારણ કે- લોકો શું કહેશે? આ કારણે મહિલાઓ લગ્નમાંથી બહાર આવી શકતી નથી. જે તેમણે શરૂઆતમાં છોડી દેવી જોઈતી હતી. સાનિયા ખાન મર્ડર કેસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.

આ પણ વાંચો: ચીનમાં બેંકિંગ કટોકટી: સામાન્ય લોકોના ખાતા સ્થગિત, બેંકની બહાર લોકોને રોકવા માટે ટેન્ક તૈનાત

પિતાએ કરી પુત્રીના મૃત્યુની જાણ: પાકિસ્તાનના અખબાર ડોને અહેવાલ આપ્યો છે કે, સાનિયાના પિતા હૈદર ફારુક ખાને ગુરુવારે તેમની પુત્રીના ફેસબુક પેજ પર તેના મૃત્યુની જાણ કરી હતી. તેણે લખ્યું, મારી મોટી દીકરી સાનિયા ખાનનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે ચટ્ટનૂગા ઈસ્લામિક સેન્ટરમાં (Chattanooga Islamic Center) અસરની નમાજ પછી થશે. કૃપા કરીને અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખો.

એક વર્ષથી ઓછા સમય ચાલ્યું લગ્ન જીવન: શિકાગો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગત સોમવારે બની હતી. તેમને રાહિલના ગુમ થવાની ફરિયાદ મળી હતી. જ્યારે પોલીસ ઓહિયો સ્ટ્રીટના 200મા બ્લોક પર આવી ત્યારે તેઓએ ગોળીબારનો અવાજ સાંભળ્યો. જ્યારે પોલીસ (Chicago Police) ઘરે ગઈ તો સાનિયા અને રાહિલ લોહીના ખાબોચિયામાં પડેલા જોવા મળ્યા. તેને માથામાં ગોળી વાગી હતી. પોલીસ નિવેદન અનુસાર, સાનિયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે રાહિલને નોર્થવેસ્ટર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેણે પણ દમ તોડી દીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક હથિયાર મળી આવ્યું છે. સાનિયાએ એબીસી ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવેલા ટિકટોક વીડિયોમાં એક પોસ્ટ મૂકી હતી, જે મુજબ તેમના લગ્ન એક વર્ષથી ઓછા સમય સુધી ચાલ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.