કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં (Serial bomb blast in Kabul) મંગળવારે શૈક્ષણિક કેન્દ્રોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં (Kabul boy school bomb blast ) ઓછામાં ઓછા છ બાળકો માર્યા ગયા અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો: કાબુલની હૉસ્પિટલની બહાર ભયંકર બ્લાસ્ટ, 19 લોકોના મોત - 50થી વધુ ઇજાગ્રસ્ત
ઘણા બાળકો ઈજાગ્રસ્ત : પોલીસના જણાવ્યા અનુસાર શિયા બહુલ વિસ્તારમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા છે. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જાદરાન અને શહેરની ઈમરજન્સી હોસ્પિટલના જણાવ્યા અનુસાર બોમ્બ વિસ્ફોટોમાં ઘણા બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા લોકોની જાનહાનિની આશંકા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ડ્રોન ન ઉડાવવા તાલિબાને અમેરિકાને ચેતવણી આપી
શિક્ષણ કેન્દ્રની અંદર વિસ્ફોટ: પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે અને એક શિક્ષણ કેન્દ્રની અંદર થયો હતો, જ્યાં કાબુલના દશ્ત-એ-બારચી વિસ્તારમાં પરીક્ષાઓ યોજાય છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.