ETV Bharat / international

Japan Earthquake: જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, હવે સુનામીની ચેતવણી

નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના મીડિયા NHK અનુસાર વહીવટીતંત્રનું કહેવું છે કે દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે.

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 3:03 PM IST

ટોક્યોઃ જાપાનમાં આજે નવા વર્ષના પ્રથમ દિવસે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.6 માપવામાં આવી છે. આ સાથે જ ભૂકંપ બાદ હવે સુનામીનો ખતરો પણ ઉભો થયો છે. સરકારે સુનામીને લઈને ચેતવણી જાહેર કરી છે. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા ઘણી વધારે હતી.

સુનામીનું એલર્ટ: ઉત્તર મધ્ય જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાપાનના કાશીવાકી શહેરથી 40 સેન્ટિમીટર દૂર હતું. જાપાનના સમુદ્રમાં આવેલા ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આમાંથી એકની પ્રારંભિક તીવ્રતા 7.6 હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનામીને લઈને ઈશિકાવા માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. તે જ સમયે, હોન્શુ ટાપુના બાકીના પશ્ચિમ કિનારા માટે નીચા સ્તરની સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની જાહેર પ્રસારણકર્તા NHK ટીવીએ ચેતવણી આપી હતી કે પાણીનો પ્રવાહ 5 મીટર (16.5 ફૂટ) સુધી પહોંચી શકે છે.

જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ
જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ

લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની ઇમારતની ટોચ પર જવા માટે કહેવામાં આવ્યું છે. NHKએ કહ્યું કે સુનામીના મોજા ઘણી વખત આવી શકે છે. પ્રારંભિક ચેતવણીના લગભગ એક કલાક પછી પણ ચેતવણીઓ પ્રસારિત કરવામાં આવી હતી. આ અંગે સરકાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી હતી. જાનમાલના નુકસાન અંગે હાલમાં કોઈ અહેવાલ ઉપલબ્ધ નથી.

પરિસ્થિતિ પર નજર: જાપાનના પશ્ચિમ કિનારે આવેલા નિગાતા અને અન્ય પ્રીફેક્ચર્સમાં લગભગ 3 મીટર ઉંચી સુનામી આવવાની શક્યતા છે. NHK અનુસાર, સુનામીના નાના મોજાઓ દરિયાકાંઠા સુધી પહોંચ્યા હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. આ વિસ્તારમાં પરમાણુ પ્લાન્ટ પણ છે. ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીએ કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે. માર્ચ 2011માં મોટા ભૂકંપ અને સુનામીના કારણે પરમાણુ પ્લાન્ટમાં ખામી સર્જાઈ હતી.

  1. Israel Hamas war : ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈજિપ્તે મોટો નિર્ણય લીધો
  2. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણીની શરૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.