નવી દિલ્હીઃ સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. એટલે કે આ દેશના નાગરિકો 192 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે. પાસપોર્ટ રેન્કિંગ જાહેર કરતી સંસ્થા હેનલે એન્ડ પાર્ટનર્સે 2023 માટે હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ બહાર પાડ્યો છે. જેમાં ભારતીય પાસપોર્ટ વધારે મજબુત બન્યો છે. ભારતીયોને વિઝા ઓન અરાઈવલ 57 દેશમાં સરળતાથી મળી રહે છે. એરપોર્ટ પરથી વિઝા મળી એ પ્રકારની સુવિધા હવે ભારતીય પાસપોર્ટ ધારકોને પણ મળશે. 177 દેશ એવા છે જેમાં ભારતીયોએ પહેલાથી વિઝા અપ્લાય કરવા પડે છે. જેમાં અમેરિકા, ચીન, જાપાન, રશિયા અને યુરોપિયન સંઘના દેશનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન પાછળઃ રેન્કિંગમાં ભારત 80માં સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારતનો રેન્ક 87મો હતો. ભારતીય નાગરિકો 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. તે જ સમયે, પાકિસ્તાની પાસપોર્ટનું રેન્કિંગ 100મું છે. પાકિસ્તાની નાગરિકો માત્ર 33 દેશોમાં જ વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે. દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ અને સ્વીડન પણ ત્રીજા સ્થાને છે. રેન્કિંગમાં અમેરિકાનો પાસપોર્ટ 8મા અને બ્રિટનનો પાસપોર્ટ ચોથા ક્રમે છે. બીજા સ્થાને જર્મની, ઈટાલી અને સ્પેન હતા. અહીંના નાગરિકો વિઝા વિના 190 દેશોમાં પ્રવાસ કરી શકે છે.
જાપાનનું સ્થાન ગગડ્યુંઃ જાપાન છેલ્લા 5 વર્ષથી સૌથી શક્તિશાળી પાસપોર્ટના પ્રથમ સ્થાન પર રહ્યા બાદ આ વર્ષે ત્રીજા સ્થાને સરકી ગયું છે. આ રેન્કિંગ વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં સૂચકાંકો બહાર પાડવામાં આવે છે. હેનલી પાસપોર્ટ વિઝા ઈન્ડેક્સની વેબસાઈટ મુજબ - રીયલ ટાઈમ ડેટા આખા વર્ષ દરમિયાન અપડેટ કરવામાં આવે છે. વિઝા નીતિમાં ફેરફારને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ ડેટા ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) પાસેથી લેવામાં આવ્યો છે. આ રેન્કિંગ દેશના પાસપોર્ટ ધારક અગાઉના વિઝા મેળવ્યા વિના કેટલા અન્ય દેશોમાં મુસાફરી કરી શકે છે તેના પર આધારિત છે. આ માટે તેણે અગાઉથી વિઝા મેળવવાની જરૂર નહીં પડે.