વોશિંગ્ટન: ભારતનું રાજકારણની હવે વિદેશમાં ચર્ચા થઇ રહી છે. રાહુલ પણ વિદેશની મુલાકાત પર છે. થોડા દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમેરિકાના પ્રવાસે જવાના છે. કોઇ પણ રાજકીય વાત જયારે વિદેશની ભૂમી પર કરવામાં આવે છે. ત્યારે તેની ચર્ચા મોટા પ્રમાણમાં થાય છે. રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને ભાજપના વિરોધમાં આક્ષેપ કર્યા હતા. ત્યારે જ્હોન કિર્બી સોમવારે કહ્યું કે ભારત એક જીવંત લોકશાહી છે. જે કોઈ ત્યાં જાય છે તે પોતે તેને અનુભવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં અમેરિકાના પ્રવાસે જવાના છે તે માહિતી પણ તેમણે જ આપી હતી.
કોંગ્રેસના સંયુક્ત સત્ર:નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ કોઓર્ડિનેટર જ્હોન કિર્બીએ પીએમ મોદીની ભાવિ મુલાકાત વિશે જણાવ્યું હતું કે જો કે આ (રાજ્ય) મુલાકાત સંબંધોને ગાઢ બનાવવા, ભાગીદારીને મજબૂત કરવા અને મિત્રતાને આગળ વધારવા પર કેન્દ્રિત હશે. કિર્બીએ કહ્યું કે ભારત અનેક સ્તરે અમેરિકાનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 21 થી તારીખ 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.
"ભારત એક વાઇબ્રન્ટ લોકશાહી છે. ભારતની મુલાકાત લેનાર કોઈપણ તેને અનુભવી શકે છે. હું ચોક્કસપણે આશા રાખું છું કે લોકશાહી સંસ્થાઓની તાકાત અને સ્થિતિ ચર્ચાનો ભાગ હશે"-- જ્હોન કિર્બી (નેશનલ શનલ સિક્યુરિટી કાઉન્સિલ સંચારના સંયોજક )
ભાગીદારીને આગળ વધારવા: તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા માત્ર દ્વિપક્ષીય જ નહીં પરંતુ બહુપક્ષીય બાબતોમાં પણ એકબીજાના ભાગીદાર બની શકે તેવા ઘણા કારણો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન વડાપ્રધાન મોદી સાથે વાત કરવા માટે ખૂબ ઉત્સુક છે. તેમણે કહ્યું કે ચોક્કસપણે આ બેઠકમાં તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જે અમારી મિત્રતા અને ભાગીદારીને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તારીખ 5 જૂનના રોજ યુએસ ડિફેન્સ સેક્રેટરીએ ભારતની મુલાકાત પૂર્ણ કરી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે યુ.એસ.-ભારત ભાગીદારીને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકનો 'પાણીનો પથ્થર' ગણાવ્યો હતો.