અરાઝ(ફ્રાન્સ): ફ્રાન્સની રાષ્ટ્રપતિ ઓફિસે શનિવારે જણાવ્યું કે જે શાળામાં ચાકુ દ્વારા હુમલાની ઘટના ઘટી છે જેમાં એક શિક્ષક અને અન્ય ત્રણ જણ ઘાયલ થયા છે તે હુમલાને ધ્યાને લઈ સમગ્ર દેશમાં સુરક્ષા સંદર્ભે કુલ 7000 સૈનિકો તયનાત કરવામાં આવશે. એક તરફ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં ફ્રાન્સમાં થયેલ આ હુમલો અત્યંત નીંદનીય છે. કેટલાક છોકરાઓ અરાઝમાં આવેલ ગેમ્બેટા કારનોટ શાળામાં ધસી આવ્યા અને ચાકુથી હુમલો કર્યો હતો.
હુમલાખોર ચેચન છેઃ પ્રોસીક્યુટર વધુમાં જણાવે છે કે, કાઉન્ટર ટેરરીઝમ ઓથોરિટિઝ ચાકુ દ્વારા કરવામાં આવેલા હિચકારી હુમલાની તપાસ કરી રહ્યા છે. જેમાં તેમણે હુમલાખોરના સાગરિત અને અન્ય કેટલાક શંકાસ્પદોને પકડી લીધા છે. આ આરોપી ચેચન(ચેચનિયાના વતની) છે અને તેઓ આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ માહિતી ઈન્ટેલીજન્સે રાખેલા સર્વેલન્સમાં સામે આવી છે.
રાષ્ટ્રીય ચેતવણીઃ સરકારે આ ઘટનાને રાષ્ટ્રીય ચેતવણી જેટલી ગંભીર ગણી છે. રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને 7000 સૈનિકોને સોમવાર રાત સુધી ફ્રાન્સની સુરક્ષામાં ખડકી દીધા છે અને આગળની કોઈ સૂચના ન મળે ત્યાં સુધી ત્યાંજ ફરજ નીભાવવા આદેશ કર્યો છે. આ ઘટનાની ગંભીરતાને પગલે ફ્રાન્સના જાહેર સ્થળો અને કેટલાક અન્ય મહત્વના સ્થળોની સુરક્ષા માટે મિલિટરી ગોઠવી દેવામાં આવી છે.
ડરનો સામનો કરવા શાળા ચાલુ કરાઈઃ શનિવાર સવારે શાળામાં પોલીસે વિદ્યાર્થીઓને શાળામાંથી સાવચેતીપૂર્વક દૂર કર્યા હતા. દરેક વર્ગ રદ કરવામાં આવ્યા હતા. જો કે શાળાને સપોર્ટ કરવા માંગતા નાગરિકો એકત્ર થઈ શકે તે માટે ખોલવામાં આવી હતી. એક માતા તેની પુત્રી સાથે શાળામાં ડરનો સામનો કરવા આવી પહોંચી હતી. આ હુમલાથી વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને કેટલાક કલાક શાળામાં બંધક બનવાનો અનુભવ કરવો પડ્યો હતો.
3 વર્ષ અગાઉ બનેલ ઘટનાઃ હુમલાખોરો તપાસકર્તા એજન્સીને કંઈ પણ કહેવા તૈયાર નથી અને હુમલા પાછળનો તેમનો હેતુ પણ સ્પષ્ટ થતો નથી. ફ્રાન્સમાં ઘણા લોકો આ ઘટનાને ત્રણ વર્ષ અગાઉ પેરિસ વિસ્તારની એક સ્કૂલમાં ટીચર પર થયેલા હુમલાના પડઘા સમાન ગણે છે. તે હુમલામાં પણ એક શિક્ષક પર ચેચન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેણે બાદમાં પોલીસે ઠાર માર્યો હતો.
હુમલાની ગંધ ન આવીઃ ફ્રેન્ચ ઈન્ટેલિજન્સે અસોસિયેટેડ પ્રેસને જણાવ્યું કે એક ચોકક્સ ધર્મના શંકાસ્પદ વર્તન બાદ આ હુમલાખોરો પર નજર રાખવામાં આવી હતી. તેણે તાજેતરમાં કરેલા ફોન કોલ્સને લઈને તેની પુછપરછ કરવા માટે ગુરુવારે તેને ડિટેઈન કરવામાં આવ્યો હતો. તપાસકર્તાઓને ગંધ પણ ન આવી કે હુમલાખોર હુમલાની યોજના બનાવી રહ્યો હતો. આ માહિતી આંતરિક પ્રધાન ગેરાલ્ડ ડારમેનીને આપી હતી.
12 લોકોની ધરપકડઃ પ્રધાન વધુમાં જણાવે છે કે હુમલાખોરનો સંબંધ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ સાથે હોઈ શકે છે. શાળાની આસપાસના ધાર્મિક સ્થળોએથી ઈઝરાયલ હમાસના યુદ્ધ બાદ કુલ 12 લોકો જે હુમલો કરી શકે છે તેમની પાસે શસ્ત્રો છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે. ફ્રાન્સે સેંકડો યહુદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દીધી છે.
અરબીમાં સુત્રોચ્ચારઃ પ્રોસીક્યુટરે વધુમાં કહ્યું કે મુખ્ય હુમલાખોર શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો અને જોર જોરથી અરબીમાં 'અલ્લાહ હુ અકબર' અને 'ગોડ ઈઝ ગ્રેટ'ના સુત્રો પોકારતો હતો. પ્રોસીક્યુટરે હુમલાખોર વિરુદ્ધ હત્યા અને હત્યાની કોશિશના ગુના દાખલ કરવાની હિમાયત કરી છે.
ફ્રેન્ચ ભાષાના શિક્ષકનું મૃત્યુઃ મૃતક શિક્ષકનું નામ ડોમિનિક બર્નાર્ન્ડ હતું. જે ગેમબેટા કેરનોટ શાળામાં ફ્રેન્ચ ભાષા શીખવતા હતા. તેમના વિદ્યાર્થીઓમાં 11થી 18 વર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. પોલીસે કહ્યું કે શિક્ષક ઉપરાંત એક સીક્યુરિટી ગાર્ડ પણ ગંભીર રીતે આ હુમલામાં ઘાયલ થયો હતો. આ ઉપરાંત આ હીચકારા હુમલામાં એક સફાઈ કર્મચારીને પણ ઈજાઓ પહોંચી હતી.
એકતા માટે અપીલઃ આ શાળાને શનિવારે શરુ કરવામાં આવી હતી. મેક્રોને નાગરિકોને અપીલ કરી છે કે આપણે એકતા દાખવીશું. આતંકવાદીઓને કોઈ મોકો આપવામાં નહીં આવે. આપણે કોઈ પણ સ્થિતિમાં વિભાજિત થઈશું નહીં. અજ્ઞાન વિરુદ્ધની લડાઈમાં શાળા અને જ્ઞાનનું આદાન પ્રદાન જ મુખ્ય છે.