ETV Bharat / international

USA: એરપોર્ટના કોમ્પ્યુટરમાં સર્જાઈ સમસ્યા, 1000થી વધુ ફ્લાઈટ સેવાઓને અસર

અમેરિકામાં એરપોર્ટના કોમ્પ્યુટરમાં ખામીને કારણે સમગ્ર અમેરિકામાં ફ્લાઈટ્સ બંધ (Flights Across United States Affected) કરી દેવામાં આવી છે. ટેક્નિકલ ખામીના કારણે 1000થી વધુ ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે આ સાયબર એટેક હોઈ શકે છે.

1000થી વધુ ફ્લાઈટ સેવાઓને અસર
1000થી વધુ ફ્લાઈટ સેવાઓને અસર
author img

By

Published : Jan 11, 2023, 9:14 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકામાં એરપોર્ટના કોમ્યુટરમાં ટેક્નિકલ ખામીને કારણે સમગ્ર વિમાનોની ઉડાન બંધ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ખામીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક એરક્રાફ્ટની ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર અમેરિકામાં થોડા સમય માટે ગભરાટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

1000થી વધુ ફ્લાઈટ સેવાઓને અસર: એરપોર્ટ પર ટેક્નિકલ ખામીના કારણે 1000થી વધુ ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જો કે સ્થિતિ સ્પષ્ટ થાય તે પહેલા અમેરિકન એરપોર્ટ પર મુસાફરોની ભીડને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. FAAએ જણાવ્યું કે તેમની ટીમ NOTAMSની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનમાં કોમ્પ્યુટરની ટેક્નિકલ ખામીને કારણે સમગ્ર યુ.એસ.માં ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. એજન્સીએ એક ટ્વિટમાં કહ્યું કે તે તેની નોટિસ ટુ એર મિશન સિસ્ટમ (NOTAMS)ને પુનઃકાર્યરત કરવા પર કામ કરી રહી છે.

  • Breaking: All flights across the US have been grounded due to a system failure at the Federal Aviation Administration, related to NOTAMs— impact on flights is likely to be global, more to follow. #aviation pic.twitter.com/rt8UnstDg2

    — Alex Macheras (@AlexInAir) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: કેનેડાએ શ્રીલંકાના ગૃહયુદ્ધ દરમિયાન માનવાધિકારના ઉલ્લંઘન માટે રાજપક્ષે પર પ્રતિબંધ મૂક્યો

સાયબર એટેકની આશંકા: નિષ્ણાતોનું કહેવું છે કે આ સાયબર એટેક હોઈ શકે છે. આગામી આદેશો સુધી દેશભરની તમામ એરલાઇન ફ્લાઇટ્સ સ્થગિત થવાને કારણે મુસાફરો તમામ એરપોર્ટ પર ફસાયેલા છે. એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ કમાન્ડ સેન્ટરે મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવાની ચેતવણી આપી છે. કેન્દ્રએ સ્વીકાર્યું છે કે હાલમાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી. તેમની વેબસાઈટ પરના એક સંદેશે પ્રવાસીઓને ચેતવણી આપી હતી કે NOTAMS આઉટેજ ચાલુ છે અને સિસ્ટમ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમય કહી શકાય નહિ. સમગ્ર ઘટનાને કારણે એક હોટલાઈન જારી કરવામાં આવી હતી.

  • The FAA is working to restore its Notice to Air Missions System. We are performing final validation checks and reloading the system now.

    Operations across the National Airspace System are affected.

    We will provide frequent updates as we make progress.

    — The FAA ✈️ (@FAANews) January 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: EXPLAINER: અહીં છે બ્રાઝિલની રાજધાનીના અસ્તવ્યસ્ત બળવાના મૂળ

યુએસમાં 102 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ: FAAએ કહ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને હવે સિસ્ટમને પુનઃકાર્યરત કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય એરસ્પેસ સિસ્ટમમાં કામગીરીને અસર થઈ છે. તમને જણાવી દઈએ કે આખી દુનિયામાં અમેરિકામાં સૌથી વધુ એરપોર્ટ છે. 2021ના આંકડા પ્રમાણે અમેરિકામાં 14712 એરપોર્ટ છે. દર વર્ષે લાખો લોકો અહીં પ્લેનમાં મુસાફરી કરે છે. યુએસમાં 102 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરીની સુવિધા ઉપલબ્ધ છે. વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પણ અમેરિકામાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.