ETV Bharat / international

Earthquake in South American: દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા - दक्षिण अमेरिकी देश इक्वाडोर में भूकंप

ઈક્વાડોરમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. હાલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને અન્ય એજન્સીઓ બચાવ કાર્યમાં લાગેલી છે.

Earthquake in South American: દક્ષિણ અમેરિકન દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા

author img

By

Published : Mar 19, 2023, 1:40 PM IST

ક્વિટોઃ દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.

6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા : ઈક્વાડોરમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. હાલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને અન્ય એજન્સીઓ બચાવ કાર્યમાં લાગેલી છે. ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલની દક્ષિણે લગભગ 80 કિમી (50 માઇલ) કેન્દ્રમાં હતું.

ઈન્ડો પેસિફિક રણનીતિને વધારે મજબુત કરવા માટે 20મી માર્ચે જાપાનના PM ભારતની મુલાકાતે

અઝુએ પ્રાંતમાં એક વ્યક્તિનું મોત : મળતી માહિતી મુજબ અલ ઓરો પ્રાંતમાં 11 લોકો અને અઝુએ પ્રાંતમાં એક વ્યક્તિનું મોત થયું છે. મીડિયા અહેવાલો અનુસાર, અગાઉના નિવેદનમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે અઝુએમાં એક કાર પર દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. USGS એ આ ભૂકંપ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેણે એમ પણ કહ્યું છે કે જાનહાનિ થવાની સંભાવના છે અને આપત્તિ સંભવિતપણે વ્યાપક છે. આર્થિક નુકસાનનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એક્વાડોર અને પેરુમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે જ્યારે ઓછામાં ઓછા 126 લોકો ઘાયલ થયા છે.

I'M BACK! બે વર્ષના પ્રતિબંધ બાદ ટ્રમ્પે પ્રથમ ફેસબુક પોસ્ટ લખી

ભૂકંપથી સુનામીની શક્યતા: ભૂકંપની અસર ઘરો અને ઈમારતો પર જોવા મળી હતી. ઘણા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા અને રસ્તાની બાજુમાં પડાવ નાખી રહ્યા છે. જેમ કે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી સુનામીની શક્યતા નથી. એક્વાડોરના રાષ્ટ્રપતિ, ગુલેર્મો લાસોએ પત્રકારોને જણાવ્યું હતું કે ભૂકંપ "નિઃશંકપણે લોકોમાં ભય પેદા કરે છે". અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેલિફોન અને વીજળી સેવા ખોરવાઈ ગઈ હતી. જેના કારણે રાહત બચાવમાં મુશ્કેલી પડી હતી.એક્વાડોરમાં સરકારી આરોગ્ય કેન્દ્રો અને શાળાઓને નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં લોકોને શેરીઓમાં એકઠા થયેલા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.