ETV Bharat / international

Covid-19: અત્યાર સુધીમાં 60 હજાર લોકોના મોત: ચીન - Covid 19 in china

કોવિડ-19ના કારણે થયેલા મોત પર ચીને પોતાનું મૌન તોડ્યું છે. શનિવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે કોવિડ-19ના કારણે ચીનમાં લગભગ 60,000 (60 Thousand people die due to covid in china )લોકોના મોત થયા છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં વાસ્તવિક (Covid-19 Case in China) મૃતકોની સંખ્યા આના કરતા વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી લહેરોની ટોચ પસાર, અત્યાર સુધીમાં 60 હજાર લોકોના મોત: ચીનનો દાવો

author img

By

Published : Jan 15, 2023, 11:17 AM IST

બેઇજિંગ: ચીને શનિવારે ગત વર્ષે ડિસેમ્બરની શરૂઆતથી હોસ્પિટલોમાં કોવિડ-19ના કારણે 60,000 લોકોના મોતની માહિતી આપી હતી. ચીનનું આ પગલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કરવામાં આવી રહેલી ટીકાઓ બાદ આવ્યું છે કે ચીન મહામારીની ગંભીર સ્થિતિ સાથે જોડાયેલા સમાચારોને દબાવી રહ્યું છે. એવી સંભાવના છે કે આ સંખ્યા હજી પણ વાસ્તવિક મૃત્યુઆંક કરતાં ઓછી છે, પરંતુ ચીનની સરકારે દાવો કર્યો છે કે કોરોના વાયરસના નવા વેવની 'શિખર' પસાર થઈ ગઈ છે.

આ પણ વાંચો: કોવિડ પ્રતિબંધોને લઈને WHOની અપીલ, રાષ્ટ્રોને આપવામાં આવેલા મહત્વપૂર્ણ સૂચનો

બીમારીઓને કારણે મૃત્યુ: સત્તાવાર મીડિયામાં આવેલા સમાચાર અનુસાર, નેશનલ હેલ્થ કમિશને શનિવારે કહ્યું કે 8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી દેશની હોસ્પિટલોમાં કોવિડ-19ને કારણે 59,938 લોકોના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના વરિષ્ઠ અધિકારી જિયાઓ યાહુઈએ જણાવ્યું કે 5,503 લોકોના મોત શ્વસન સંબંધી સમસ્યાઓના કારણે થયા છે અને 54,435 લોકો કોવિડ-19ની સાથે અન્ય બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આયોગે કહ્યું કે આ મૃત્યુ હોસ્પિટલોમાં થયા છે. જેના કારણે લોકોના ઘરોમાં પણ મોત થયા હોવાની આશંકા છે.

આંકડા આપવાનું બંધ કરી દીધું: ચીનની સરકારે અચાનક એન્ટી-એપીડેમિક પગલાં ઉઠાવ્યા પછી ડિસેમ્બરની શરૂઆતમાં કોવિડ -19 કેસ અને મૃત્યુની જાણ કરવાનું બંધ કર્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચીનને આ વિશે વધુ માહિતી આપવા કહ્યું હતું. હોંગકોંગના અખબાર 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના સમાચાર અનુસાર, મૃત્યુ પામેલા લોકોની સરેરાશ ઉંમર 80.3 વર્ષ છે અને 90 ટકા મૃતકો 65 કે તેથી વધુ વયના હતા. ચીને દરરોજ કોવિડના આંકડા આપવાનું બંધ કરી દીધું છે. ચીને લગભગ ત્રણ વર્ષ પછી 8 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેની સરહદો ફરીથી ખોલી હતી.

આ પણ વાંચો: Long covid side effect : કોવિડ અને લોંગ કોવિડ સાથે સંકળાયેલા જોખમો કરતાં રસીના ફાયદા ઘણા

દેશની 64 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત: સ્વાસ્થ્ય નિષ્ણાતોએ અહીં કહ્યું કે દેશમાં સંભવતઃ સૌથી ઝડપી દરે વાયરસ ફેલાયો છે અને દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. બીબીસીએ શુક્રવારે એક સમાચારમાં જણાવ્યું હતું કે એવો અંદાજ છે કે દેશની 64 ટકા વસ્તી વાયરસથી સંક્રમિત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ગુરુવારે WHOની ટીકાના જવાબમાં કહ્યું કે ચીન 'કાયદા અનુસાર સમયસર, મુક્ત અને પારદર્શક રીતે' કોવિડ સંબંધિત ડેટા શેર કરી રહ્યું છે. (60 Thousand people die due to covid in china )

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.