કરાચી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. આ દરમિયાન 70 અન્ય ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોમ્બ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો પયગંબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણી માટે એક રેલી માટે એકઠા થયા હતા. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ વિસ્ફોટ મસ્તુંગ જિલ્લામાં થયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એક મસ્જિદ પાસે થયો જ્યાં લોકો પયગંબર મોહમ્મદની જન્મજયંતિ ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા.
70 લોકો ઈજાગ્રસ્ત: મસ્તુંગ મસ્જિદના આસિસ્ટન્ટ કમિશનર અત્તા ઉલ મુનિમે જણાવ્યું હતું કે વિસ્ફોટ મદીના મસ્જિદ પાસે થયો હતો, જે ખૂબ જ શક્તિશાળી હતો. ડોન અખબાર અનુસાર, આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા છે. સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) જાવેદ લહેરીએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસને કહ્યું કે, "કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે.