અબુજાઃ એકે-47 રાઈફલથી સજ્જ બંદૂકધારીઓએ નાઈજીરિયાના દક્ષિણ ઈડો રાજ્યના એક ટ્રેન સ્ટેશન પરથી(Armed miscreants kidnap 30 people in nigeria ) 30થી વધુ લોકોનું અપહરણ કરી લીધું છે. અજાણ્યા બંદૂકધારીઓએ ટ્રેન સ્ટેશન પર હુમલો કર્યો અને 30 મુસાફરોનું અપહરણ કર્યું. નાઇજિરિયન પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેઓએ અજાણ્યા બંદૂકધારીઓની શોધ શરૂ કરી છે.
ફાયરિંગ શરૂ કરી દીધું: પોલીસ પ્રવક્તા ચિદી ન્વાબુજોરે (kidnap many people from railway station in nigeria )સિન્હુઆ ન્યૂઝ એજન્સીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, "પોલીસ હજુ સુધી ઇગ્વેબેન ટ્રેન સ્ટેશનથી અપહરણ કરાયેલા મુસાફરોની ચોક્કસ સંખ્યાને શોધી શકી નથી." સ્ટેશન પર, મુસાફરો ડેલ્ટા રાજ્યના નગર Rwi માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ બંદૂકધારીઓ ટર્મિનલમાં ઘૂસી ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: ચીને આજથી મુસાફરો માટે કોવિડ 19 મુસાફરી પ્રતિબંધો સમાપ્ત કર્યા
સર્ચ ઓપરેશન શરૂ: આ સ્ટેશન રાજ્યની રાજધાની, બેનિન શહેરથી લગભગ 111 કિમી ઉત્તરપૂર્વમાં અને અનામ્બ્રા રાજ્યની સરહદની નજીક છે. કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા, પરંતુ ગુનેગારો ઈજાગ્રસ્તોને સાથે લઈ ગયા ન હતા, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ નવાબુજોરને ટાંકીને જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે પોલીસ દ્વારા અપહરણ કરાયેલા મુસાફરોને બચાવવા અને બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.