ETV Bharat / international

હોંગકોંગની ચૂંટણીમાં 27 ટકા મતદાન, ભૂતપૂર્વ બ્રિટિશ વસાહત ચીનના શાસનમાં પાછા ફર્યા બાદ સૌથી ઓછું મતદાન - ભૂતપૂર્વ બ્રિટિશ વસાહત

આ વર્ષે રવિવારે યોજાયેલી હોંગકોંગ કાઉન્સીલની ચૂંટણીમાં માત્ર 27.5 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જે 2019 માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા 71.2 ટકા મતદાન કરતા નોંધપાત્ર રીતે ઓછું છે, જ્યારે એન્ટી-ગવર્નમેન્ટ વિરોધ ચરમસીમાએ હતો. ભૂતપૂર્વ બ્રિટિશ વસાહત 1997 માં ચીનના શાસનમાં પાછી આવી ત્યારથી આજ સુધીમાં આ વર્ષનું મતદાન વિક્રમજનક ઓછું છે.

હોંગકોંગની ચૂંટણીમાં 27 ટકા મતદાન
હોંગકોંગની ચૂંટણીમાં 27 ટકા મતદાન
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 12:02 PM IST

હોંગકોંગ : બેઇજિંગના માર્ગદર્શન હેઠળ રજૂ કરાયેલા નવા નિયમોથી લોકશાહી તરફી તમામ ઉમેદવારોને અસરકારક રીતે બંધ કરવામાં આવ્યા બાદ હોંગકોંગની પ્રથમ જિલ્લા પરિષદની ચૂંટણીમાં મતદારોનું મતદાન 30 ટકાથી નીચે ગયું છે. જે 1997 માં ભૂતપૂર્વ બ્રિટિશ વસાહત ચીનના શાસનમાં પાછા ફર્યા બાદ સૌથી ઓછું મતદાન છે.

સત્તાવાર માહિતી અનુસાર રવિવારના મતદાનમાં શહેરના 4.3 મિલિયન મતદારોમાંથી 27.5 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. 2019 માં એન્ટી ગવર્નમેન્ટ વિરોધની ચરમસીમાએ યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા 71.2 ટકા મતદારો કરતાં નોંધપાત્ર રીતે ઓછું મતદાન થયું હતું. સરકારના વિરોધને નિયંત્રિત કરવાના સ્પષ્ટ ઠપકા સાથે પ્રો-લોકશાહી કેમ્પે ચૂંટણીમાં મોટો જીત નોંધાવી હતી.

બેઇજિંગની વફાદાર જનતાને ચૂંટણી પછી જિલ્લા પરિષદ પર નિયંત્રણ મેળવે તેવી અપેક્ષા છે. જેમાં આંશિક રીટર્ન દર્શાવે છે કે, મોટા સરકાર તરફી પક્ષોએ સ્વતંત્ર ઉમેદવારો અને નાના પક્ષો કરતાં વધુ બેઠકો મેળવી છે. ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ મુખ્યત્વે મ્યુનિસિપલ બાબતો જેમ કે બાંધકામ પ્રોજેક્ટ્સ અને જાહેર સુવિધાનું આયોજન કરે છે. ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હોંગકોંગની છેલ્લી મોટી રાજકીય સંસ્થા હતી જે મોટે ભાગે જનતા દ્વારા પસંદ કરવામાં આવી હતી.

બેઇજિંગના આદેશ હેઠળ રજૂ કરાયેલા નવા ચૂંટણી નિયમો હેઠળ માત્ર દેશભક્તો જ શહેરનું સંચાલન કરશે, ઉમેદવારોએ સરકાર દ્વારા નિયુક્ત સમિતિઓના ઓછામાં ઓછા નવ સભ્યો પાસેથી સમર્થન મેળવવું આવશ્યક છે જે મોટાભાગે બેઇજિંગના વફાદારોથી ભરપૂર છે. આ નિયમ કોઈપણ પ્રો લોકશાહી ઉમેદવાર માટે ચૂંટણી લડવાને લગભગ અશક્ય બનાવે છે.

જુલાઈ મહિનામાં પસાર કરાયેલા સુધારામાં સીધી ચૂંટાયેલી બેઠકોનું પ્રમાણ પણ લગભગ 90 ટકાથી ઘટાડીને લગભગ 20 ટકા કરવામાં આવ્યું હતું. 2019 ના વિરોધના જવાબમાં બેઇજિંગે કઠોર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદ્યા પછી ઘણા અગ્રણી લોકશાહી તરફી કાર્યકરોની ધરપકડ કરવામાં આવી અથવા તે પ્રદેશ છોડીને ભાગી ગયા છે. ટીકાકારો કહે છે કે ઓછું મતદાન દેશભક્ત પ્રણાલી પ્રત્યેની જનતાની લાગણી અને અસંમતિ પર સરકારની કડક કાર્યવાહીને પ્રતિબિંબિત કરે છે.

1999 માં ચીનના શાસનને સોંપ્યા પછી કાઉન્સીલની ચૂંટણીમાં ભાગ લેવા માટેનો અગાઉનો રેકોર્ડ 35.8 ટકા હતો. 2021 માં વિધાનસભા માટે એક ફેરફારને પગલે ચૂંટણીલક્ષી ફેરફારોએ શહેરમાં રાજકીય સ્વતંત્રતાને વધુ સંકુચિત કરી દીધી હતી. તે ફેરફારને પગલે બે વર્ષ પહેલાની છેલ્લી વિધાનસભા ચૂંટણી 2016 માં મતદાન 58 ટકાથી ઘટીને 30 ટકા થઈ ગયું હતું.

હોંગકોંગના નેતા જ્હોન લીએ જણાવ્યું હતું કે, શહેરનું સંચાલન કરતા દેશભક્તના સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે કાઉન્સિલની ચૂંટણી પઝલનો છેલ્લો ભાગ છે. સરકારી અધિકારીઓએ ઓવરહોઉલની સફળતાના માપદંડ તરીકે મતદાનને નકારી કાઢ્યું છે, પરંતુ મતદાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસ વધાર્યા છે. લીના વહીવટીતંત્રે કાર્નિવલ આઉટડોર કોન્સર્ટનું આયોજન કર્યું હતું અને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક સંગ્રહાલયોમાં મફત પ્રવેશની ઓફર કરી હતી.

ઇલેક્ટ્રોનિક મતદાર નોંધણી પ્રણાલીની નિષ્ફળતાના કારણે રવિવારની ચૂંટણી એક-દોઢ કલાક લંબાવવામાં આવી હતી. ઘણા બધા રાજકારણીઓએ જણાવ્યું હતું કે, આ ભૂલ તેમની જીતવાની તકને અસર કરશે કારણ કે, સત્તાવાળાઓએ આકસ્મિક યોજના અમલમાં મૂકતા પહેલા કેટલાક રહેવાસીઓએ મતદાન છોડી દીધું હતું.

  1. ગાઝા યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર અમેરિકાએ વિટો વાપરતા યુએઈએ ઊંડી નિરાશા વ્યક્ત કરી
  2. 'નકલી': શીખ અલગતાવાદીને નિશાન બનાવતા દિલ્હીના 'સીક્રેટ મેમો'નો દાવો કરતા રિપોર્ટને ભારતે ફગાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.