- પશ્ચિમ બેન્ક અને ગાઝામાં માનવતાવાદી પ્રયત્નોને ટેકો આપવા માટે 38 મિલિયન ડોલરની નવી સહાય શામેલ છે
- અમેરિકા પેલેસ્ટાઈનોને 360 મિલિયન ડોલરથી વધુની સહાય આપવાની તૈયારીમાં છે
- આવતા વર્ષે વિકાસ અને આર્થિક સહાયતામાં 75 મિલિયન ડોલર પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે
જેરુસલેમ: બુધવારે અમેરિકી વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને પેલેસ્ટાઈનો માટે નવા ભંડોળની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, અમેરિકા પેલેસ્ટાઈનોને 360 મિલિયન ડોલરથી વધુની સહાય આપવાની તૈયારીમાં છે. આમાં પશ્ચિમ બેન્ક અને ગાઝામાં માનવતાવાદી પ્રયત્નોને ટેકો આપવા માટે 38 મિલિયન ડોલરની નવી સહાય શામેલ છે.
આ પણ વાંચોઃ ભારતમાં કોરોના સંક્રમણ, જાણો કયા કયા દેશોએ કોરોના મહામારી સામે લડવા ભારતને કરી સહાય
માનવ ભાગીદારોમાં 5.5 મિલિયન ડોલરનો સમાવેશ છે
બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું છે કે, નવી સહાયમાં પશ્ચિમ બેન્ક અને ગાઝાના પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે યુનાઇટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (યુએનઆરડબલ્યુએ)એ આશરે 33 મિલિયન ડોલરની રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે માનવ ભાગીદારોમાં 5.5 મિલિયન ડોલરનો સમાવેશ છે.
માનસિક આરોગ્ય અને માનસિક સહાય પૂરી પાડવામાં મદદ કરશે
બ્લિન્કને કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ સહાય માનવતાવાદી સંસ્થાઓને કટોકટી આશ્રય, ખોરાક, રાહત પુરવઠો અને આરોગ્ય સંભાળ તેમજ માનસિક આરોગ્ય અને માનસિક સહાય પૂરી પાડવામાં મદદ કરશે.
પશ્ચિમ બેન્ક અને ગાઝામાં રાહત અને રિકવરીનું સમર્થન કરશે
વધુમાં અમેરિકી વિદેશ પ્રધાને કહ્યું કે, અમેરિકા આવતા વર્ષે વિકાસ અને આર્થિક સહાયતામાં 75 મિલિયન ડોલર પ્રદાન કરવાનો ઇરાદો ધરાવે છે, જે પશ્ચિમ બેન્ક અને ગાઝામાં રાહત અને રિકવરીનું સમર્થન કરશે. જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકાએ માર્ચ અને એપ્રિલમાં પેલેસ્ટાઇનના આર્થિક, વિકાસ, સુરક્ષા અને માનવતાવાદી સહાય માટે 250 મિલિયન ડોલરથી વધુની સહાયની જાહેરાત કરી હતી
તમામ સહાય ટેલર ફોર્સ એક્ટ સહિતના લાગુ અમેરિકી કાયદા અનુસાર પૂરી પાડવામાં આવે
બ્લિન્કને કહ્યું હતું કે, આ રકમનું સંચાલન એવી રીતે કરવામાં આવશે કે તે હમાસ સુધી પહોંચશે નહીં અને ફક્ત પેલેસ્ટિનિયન લોકોને ફાયદો થાય. તેમણે કહ્યું કે, અમેરિકી સરકાર તેની ખાતરી કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે કે તેની તમામ સહાય ટેલર ફોર્સ એક્ટ સહિતના લાગુ અમેરિકી કાયદા અનુસાર પૂરી પાડવામાં આવે.
આ પણ વાંચોઃ ઇઝરાયલ-યુએઈ સમજૂતીને કારણે પશ્ચિમ એશિયામાં ભારત માટે તક
અમેરિકા અન્ય દાતાઓને પશ્ચિમ બેન્ક અને ગાઝામાં માનવતાવાદી અને પુનર્વાસના પ્રયત્નોને ટેકો આપવા પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે
બ્લિન્કને કહ્યું હતું કે, અમેરિકા અન્ય દાતાઓને પશ્ચિમ બેન્ક અને ગાઝામાં માનવતાવાદી અને પુનર્વાસના પ્રયત્નોને ટેકો આપવા પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે. તે એવા પ્રોગ્રામ્સ અને પ્રવૃત્તિઓને પણ ટેકો આપશે જે ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના સમાન સ્થિરતા અને પ્રગતિના સામાન્ય લક્ષ્ય તરફ કામ કરે છે.