ETV Bharat / international

તુર્કીમાં 60 જગ્યા પર લાગી ભયાનક જંગલી આગ, 4 લોકોના મોત - Turkey

તુર્કી બળી રહ્યું છે. પર્યટન માટે પ્રસિદ્ધ આ દેશની આગને લઇને સોશિયલ મીડિયા પર સતત 'Turkey Is Burning' અને 'Pray For Turkey' હેશટેગ સાથે લોકો ભયાનક તસ્વીર અને વિડીયો પોસ્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા અનુસાર તુર્કીના 30 જિલ્લાની 60 જગ્યાઓ પર જંગલી આગ લાગી છે. આ ભયાનક આગના કારણે અત્યારસુધી 4 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજારો લોકો અને પર્યટકોને સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવ્યા છે.

તુર્કીમાં 60 જગ્યા પર લાગી ભયાનક જંગલી આગ

author img

By

Published : Jul 30, 2021, 8:06 PM IST

  • જંગલની આગમાંથી નીકળેલા ધૂમાડાથી આખા તુર્કીનું આકાશ ઢંકાઇ ગયું હતું
  • છેલ્લા 24 ક્લાકમાં હવાના કારણે આગ વધુ 40 વિસ્તારમાં ફેલાઇ ગઇ
  • ભયાનક આગના કારણે અત્યારસુધી 4 લોકોની મોત થઇ ચૂકી છે

તુર્કી: દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાં ભીષણ આગ લાગવાથી ભયાનક વિનાશ થયો છે. આગ હવે જંગલો તરફ આગળ વધવા લાગી છે. જંગલની આગમાંથી નીકળેલા ધૂમાડાથી આખા તુર્કીનું આકાશ ઢંકાઇ ગયું હતું. 6 પ્રાંતના 20 સ્થળો પર ફાયરફાઇટર્સ સતત આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. તુર્કીનું ભૂમધ્યસાગરથી સટા વિસ્તાર અને દક્ષિણી વિસ્તાર આગથી ઘણું પ્રભાવિત છે. છેલ્લા 24 ક્લાકમાં હવાના કારણે આગ વધુ 40 વિસ્તારમાં ફેલાઇ ગઇ, જેને સ્થાનિય લોકો અને પ્રશાસન મળીને ઓલવવાની કોશિશ કરી રહ્યા છે.

તુર્કીમાં 60 જગ્યા પર લાગી ભયાનક જંગલી આગ

આ પણ વાંચો- ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગના કારણે વન સંપત્તિને નુકસાન

લોકો આગ ઓલવવાના અથવા તેને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે

કૃષિ અને વન પ્રધાન બેકિર પાકડેમિરિલીએ કહ્યું કે, હાલ એ કહેવું બેવકૂફી ભર્યુ છે કે અમે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતું અમારા લોકો અને ફાયરફાઇટર્સ સતત બહાદુરીથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જેને જ્યાં તક મળે છે, ત્યાં આગ ઓલવવાનો અથવા તેને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. માનવઘાટની સરકારી હોસ્પિટલમાંથી ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

માનવઘાટ અને અકેસકી વિસ્તારમાં સૌથી વધુ ખતરનાક આગ ફેલાયેલી છે

અંટાલયા પ્રાંતના માનવઘાટ અને અકેસકી વિસ્તારમાં સૌથી વધુ ખતરનાક આગ ફેલાયેલી છે. આ આગની ઝપેટમાં આવવાથી 82 વર્ષિય વ્યક્તિ અને એક દંપત્તિનું મૃત્યુ થઇ ગયું છે. ગુરુવારે અંટાલયા પ્રાતથી નજીક 320 કિલોમીટર દૂર મરમરિસ વિસ્તારમાં એક 25 વર્ષનો વોલંટિયર આગની ઝપેટમાં આવી ગયો. જેમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. આ વોલંટિયર ફાયર ફાઇટર્સને પોતાના ઘરમાંથી પાણી લાવીને પીવડાવી રહ્યા હતા. ત્યારે જ તેને એક મોટરસાઇકલે ટક્કર મારતા તે જંગલમાં પડી ગયો હતો.

50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે

મરમરિસ વિસ્તારમાં પર્વત પર જંગલોમાં લાગેલી આગથી હોલીડે હોમ્સ અને હોટલ્સને લાગ્યું કે મૂશ્કેલી ઉભી થઇ શકે છે તેથી તેને એ બધા પર્યટકોને હોટલમાંથી જવા કહ્યું. 50થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ બન્ને વિસ્તારમાં 25થી વધુ ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.

પર્યટકોને બોટમાં બેસાડીને સમુદ્રી રસ્તાથી સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડાઇ રહ્યા છે

બધા પર્યટન સ્થળ પર પહાડોના કિનારે આવેલી હોટલ અને રિસોર્ટના પર્યટકોને બોટમાં બેસાડીને સમુદ્રી રસ્તાથી સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. તુર્કીની સરકારે કહ્યું છે કે, જે પણ જંગલમાં લાગેલી આગ માટે દોષિત હશે, તેની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેને સખ્ત સજા મળશે.

આ પણ વાંચો- કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ પર થોડા અંશે મેળવાયો કાબૂ

આગનું કારણ વધુ પડતી ગરમી પણ હોઇ શકે છે- પર્યાવરણવિદ્

કેટલાક લોકોનું માનવું છે કે, આ આગની શરૂઆત અંટાલયા પ્રાંતથી થઇ છે. કારણ કે અહી ગર્મી વધુ પડતી હોય છે. આ જગ્યા પહાડી જંગલો અને સમુદ્રી તટો વચ્ચે આવેલી છે. આ ખૂબસુરત જગ્યા પર દર વર્ષે લાખો દેશી-વિદેશી પર્યટક આવે છે. કેટલાક પર્યાવરણવિદોનું માનવું છે કે, આ આગનું કારણ વધુ પડતી ગરમી પણ હોઇ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.