ETV Bharat / international

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારઃ મુલ્લા હસન વડાપ્રધાન, મુલ્લા બરાદર નાયબ વડાપ્રધાન

અફઘાનિસ્તાનમાં આખરે તાલિબાનોએ નવી સરકાર બનાવી જ લીધી. ત્યારે તાલિબાનની નવી સરકાર કેવી હશે. તેની પર વિશ્વભરની નજર છે. તાજા સમાચારમાં મુલ્લા હસન અખુંદને વડાપ્રધાન બનાવવામાં આવ્યો છે. જ્યારે મુલ્લા યાકુબ અફઘાનિસ્તાનનો નવો સંરક્ષણ પ્રધાન હશે. મુલ્લા બરાદરને નાયબ વડાપ્રધાન બનાવાયો છે. આ પહેલા પણ મુલ્લા બરાદરના ઉપપ્રમુખ બનાવવામાં આવવાના સમાચાર સામે આવ્યા હતા. આ પહેલા એક અખબારે કહ્યું હતું કે, તાલિબાનના સંસ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમરના પુત્ર મુલ્લા યાકુબ નવા સંરક્ષણ પ્રધાન હશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારઃ મુલ્લા હસન વડાપ્રધાન, મુલ્લા બરાદર નાયબ વડાપ્રધાન
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારઃ મુલ્લા હસન વડાપ્રધાન, મુલ્લા બરાદર નાયબ વડાપ્રધાન
author img

By

Published : Sep 8, 2021, 9:36 AM IST

  • અફઘાનિસ્તાનમાં આખરે તાલિબાનોએ નવી સરકાર બનાવી જ લીધી
  • તાલિબાનની નવી સરકાર ઉપર વિશ્વભરની નજર છે
  • મુલ્લા હસન અખુંદને વડાપ્રધાન, મુલ્લા બરાદરને નાયબ વડાપ્રધાન અને મુલ્લા યાકુબ અફઘાનિસ્તાનનો નવો સંરક્ષણ પ્રધાન બનાવાયો

કાબુલ/પેશાવરઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારની જાહેરાત થઈ ગઈ છે, જે અનુસાર મુલ્લા મોહમ્મદ હસન અખુંદ હવે અફઘાનિસ્તાનનો વડાપ્રધાન હશે. જ્યારે મુલ્લા બરાદરને નાયબ વડાપ્રધાન બનાવાયો છે. તો મુલ્લા યાકુબને કાર્યવાહક સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યો છે. જ્યારે સેરાજુદ્દીન હક્કાનીને કાર્યવાહક આંતરિક પ્રધાન બનાવાયો છે. આ સિવાય શેર અબ્બાસ સ્ટેનકઝઈ નાયબ વિદેશ પ્રધાન હશે. તો જબીઉલ્લા મુઝાહિદ નાયબ સૂચના પ્રધાન હશે.

મુલ્લા બરાદર
મુલ્લા બરાદર

તાલિબાન સરકારના પ્રધાન અને તેમના પદ

  • રાજ્યના પ્રમુખઃ મુલ્લા હસન અખુંદી
  • નાયબ વડાપ્રધાનઃ મુલ્લા બરાદરી
  • નાયબ વડાપ્રધાનઃ મૌલવી હન્નાફી
  • કાર્યકારી સંરક્ષણ પ્રધાનઃ મુલ્લા યાકુબ
  • કાર્યકારી આંતરિક પ્રધાનઃ સેરાજુદ્દીન હક્કાની
  • ગ્રામીણ પુનર્વાસ અને વિકાસના કાર્યકારી પ્રધાનઃ મુલ્લા મોહમ્મદ યુનુસ અખુંદજાદા
  • કાર્યકારી લોક કાર્ય પ્રધાનઃ મુલ્લા અબ્દુલ મનન ઓમારી
  • ખાણ અને પેટ્રોલિયમના કાર્યકારી પ્રધાનઃ મુલ્લા મોહમ્મદ ઈસા અખુંદી
  • કાર્યકારી અર્થવ્યવસ્થા પ્રધાનઃ કારી દિન હનીફ
  • હજ અને ધાર્મિક મામલાના કાર્યકારી પ્રધાનઃ માવલવી નૂર મોહમ્મદ સાકિબી
  • કાર્યકારી ન્યાય પ્રધાનઃ મૌલવી અબ્દુલ હકીમ શરી
  • સીમા અને જનજાતીય મામલાના કાર્યકારી પ્રધાનઃ મુલ્લા નુરુલ્લા નૂરી
  • કાર્યકારી વિદેશ પ્રધાનઃ આમિર ખાન મુત્તકી
  • કાર્યકારી નાણા પ્રધાનઃ મુલ્લા હેદયાતુલ્લાહ બદ્રી
  • કાર્યકારી શિક્ષણ પ્રધાનઃ શેખ મૌલવી નુરુલ્લાહ
  • કાર્યકારી સૂચના અને સંસ્કૃતિ પ્રધાનઃ મુલ્લા ખૈરુલ્લાહ ખૈરખાહી

આ પણ વાંચો- તાલિબાન સાથે સમજૂતી કરવા તલપાપડ થઈ રહ્યું છે ચીન, અફઘાનિસ્તાનમાં રોકાણ અંગે Joe Bidenએ આપી પ્રતિક્રિયા

મુલ્લા હેબતુલ્લાહ અખુંદજાદાએ અફઘાનિસ્તાનનો નવા પ્રમુખ બનાવાયો છે

આ પહેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તાલિબાનના નિર્ણય લેનારું શક્તિશાળી એકમ 'રહબરી શૂરા'ના પ્રમુખ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને સમૂહના ટોચના નેતા મુલ્લા હેબતુલ્લાહ અખુંદજાદાએ અફઘાનિસ્તાનનો નવા પ્રમુખ બનાવાયો છે. પાકિસ્તાની મીડિયાના એક સમાચારમાં આ દાવો કર્યો છે.

આગામી સપ્તાહમાં અન્ય જાહેરાત થવાની સંભાવના

અખબાર ધ ન્યૂઝ ઈન્ટરનેશનલે અનેક સ્ત્રોતનો હવાલો આપતા કહ્યું હતું કે, દોહામાં તાલિબાનના રાજકીય કાર્યાલયના અધ્યક્ષ મુલ્લા અબ્દુલ ગની બરાદર અને મુલ્લા અબ્દુલ સલામ તાલિબાનની નવી સરકારમાં મુલ્લા હસનના નાયબ પ્રમુખના રૂપમાં કામ કરશે, જેની જાહેરાત આગામી સપ્તાહ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનથી ભારત લાવવામાં આવેલા 78 લોકોને ITBP આઇસોલેશન સેન્ટરથી મળી રજા

તાલિબાન સંગઠનના આંતરિક મુદ્દાઓનો ઉકેલ કરાયો

મુલ્લા હસન વર્તમાનમાં તાલિબાનની નિર્ણય લેનારા શક્તિશાળી એકમ 'રહબરી શૂરા' કે નેતૃત્ત્વ પરિષદનો પ્રમુખ છે, જે ટોચનો નેતાના અનુમોદનના ગૌણ સમૂહના તમામ મામલા પર સરકારી પ્રધાનમંડળની જેમ કામ કરે છે. અખબારે કહ્યું હતું કે, મુલ્લા હેબતુલ્લાએ પોતે સરકારનું નેતૃત્ત્વ કરવા માટે મુલ્લા હસનના નામની જોગવાઈ રાખી હતી. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે, સરકારના ગઠનના સંબંધમાં તાલિબાનના સંગઠનના આંતરિક મુદ્દાઓનો ઉકેલ કરાયો છે.

મુલ્લા હસન 'રહબરી શૂરા'ના પ્રમુખ રીતે 20 વર્ષ સુધી કામ કર્યું

અખબાર અનુસાર, મુલ્લા હસન તાલિબાનના શરૂઆતી સ્થલ કંધારનો છે અને સશસ્ત્ર આંદોલનનો સંસ્થાપકોમાંથી એક છે. તેણે 'રહબરી શૂરા'ના પ્રમુખ રીતે 20 વર્ષ સુધી કામ કર્યું અને મુલ્લા હેબતુલ્લાહનો નજીકનો માનવામાં આવે છે. તેણે વર્ષ 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનની છેલ્લી સરકાર દરમિયાન વિદેશ પ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ દેશ છોડીને ગયા પછી તાલિબાને કર્યો કબજો

આપને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડીને જતા રહેવા પછી રવિવારે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો છે. ત્યારબાદથી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાન તાલિબાન સંકટ વચ્ચે એક મહત્ત્વનો ઘટનાક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ઓગસ્ટે સુરક્ષા મામલાની પ્રધાન નંડળની સમિતિની બેઠક યોજી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓનો નિર્દેશ આપ્યો હતો

વડાપ્રધાને પોતાના સરકારી આવાસ પર થયેલી બેઠક પછી અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ તમામની વચ્ચે સૂત્રોએ કહ્યું હતું કે, ભારત રાહ જોશે અને જોશે કે, સરકારનું ગઠન કેટલું સમાવેશી હશે અને તાલિબાન કેવો વ્યવહાર કરશે. સૂત્રોના મતે, તાલિબાને કાશ્મીર પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, જે અનુસાર તાલિબાન કાશ્મીરને એક દ્વિપક્ષીય, આંતરિક મુદ્દા માને છે. વડાપ્રધાને કહ્યું હતું કે, હિન્દુઓ અને શિખોને શરણ આપશે.

ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી પરત લાવવા ભારત પ્રતિબદ્ધ

ત્યારબાદ કાબુલમાં ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત 120 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું એક વિમાન મંગળવારે અફઘાનિસ્તાનથી ભારત પહોંચ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત અત્યારે ભારતીયોની અફઘાનિસ્તાનથી કુશળ વાપસી અંગે પ્રતિબદ્ધ છે અને કાબુલ એરપોર્ટથી કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થતાં જ ત્યાં ફસાયેલા અન્ય ભારતીયોને સ્વદેશ લાવવાની વ્યવસ્થા કરાશે.

એરપોર્ટ પર અફરાતફરી પછી અનેક લોકોના મોત થયા હતા

કાબુલ પર કબજા પછી તાલિબાના સાનુકૂળ વલણ અપનાવતા સમગ્ર અફઘાનિસ્તાનમાં 'સામાન્ય માફી'ની જાહેરાત કરી અને મહિલાઓને તેમની સરકારમાં સામેલ થવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તાલિબાને લોકોની આશંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જે એક દિવસ પહેલા તેમના શાસનથી બચવા કાબુલ છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયા પછી કેટલાક લોકોના મોત થયા હતા.

ભારતે વર્ષ 2001 પછીથી અફઘાનિસ્તાનમાં પુનઃનિર્માણમાં લગભગ 3 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે

ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ 2001 પછીથી અફઘાનિસ્તાનમાં પુનઃનિર્માણમાં લગભગ 3 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. સંસદ ભવન, સલમા ડેમ અને જરાંજ-દેલારામ હાઈ-વે પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું છે. આ ઉપરાંત ભારત-ઈરાનના ચાબહાર બંદરગાહના વિકેસનું કામ કરી રહ્યું છે. ભારતને ઈરાનની વ્યૂહાત્મક ચાબહારના શાહિદ બેહેશ્તી ક્ષેત્રમાં 5 બર્થની સાથે 2 ટર્મિનલનું નિર્માણ કરવાનું હતું, જે એક પરિવહન કોરિડોરનો ભાગ હતો. આ ભારતીય વેપારની પહોંચને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચ પ્રદાન કરતા. આ પરિયોજનામાં 2 ટર્મિનલ, 600 મીટર કાર્ગો ટર્મિનલ અને 640 મીટર કન્ટેનર ટર્મિનલ સામેલ હતા. આ ઉપરાંત 628 કિલોમીટર લાંબી રેલવે લાઈનનું નિર્માણ થવાનું હતું, જે ચાબહારને અફઘાનિસ્તાન સીમાવર્તી શહેર જાહેદાનથી જોડતી. જાણકારોનું માનવું છે કે, ભારતે ચીનના ચાબહારના જવાબમાં ગ્લાદર પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું. હવે તાલિબાનના રાજમાં આને પૂર્ણ થવાની શંકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.