ઈરાકમાં સરકાર વિરોધ પ્રદર્શનમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 25 લોકોના મૃત્યુ અને 130 લોકો ઘાયલ થયા છે. ઈરાકના અધિકારીઓએ સમગ્ર ઘટનાની માહિતી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, બંદૂકધારીઓ સામાન્ય નાગરિકને નિશાને બનાવ્યા હતા. ગોળીબાર જે સમય પર થયો ત્યારે પ્રદર્શનકારી સેન્ટ્રલ બગદાદના અલ-ખાલાની સ્કવાયર પર પ્રદર્શન કરી રહ્યા હતા.
બંદૂકધારીઓએ સરકાર વિરોધી પ્રદર્શનકરીઓને નિશાને બનાવ્યા હતા. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ ઈરાકમાં સરકાર-વિરોધી પ્રદર્શન થઈ રહ્યું છે. લોકો આર્થિક સુધારણા, સારી સ્થિતિ, સામાજી કલ્યાણ અને ભ્રષ્ટાચારને દૂર કરવાની માંગ કરી રહ્યા છે.